Covid-19/ સુરતમાં કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, અલથન કોમ્યુનિટી હોલ ખાતે બની રહી છે કોવિડ હોસ્પિટલ

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસોને લઈ મજૂરાનાં ધારાસભ્યએ માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઊભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે.

Gujarat Surat
1 143 સુરતમાં કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, અલથન કોમ્યુનિટી હોલ ખાતે બની રહી છે કોવિડ હોસ્પિટલ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસોને લઈ મજૂરાનાં ધારાસભ્યએ માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઊભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીનાં આ ઉમદા કાર્યમાં તેમના 100થી વધુ મિત્રો સહભાગી બન્યા છે.

Covid-19 / બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે હું નહીં, તમામ સુરતીઓ જાણે છે કે આજે ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે. 108 ને ગેટ પર જ અટકાવી દેવાય છે. કોરોનાનો દર્દી હોવાનું કહેતાં જ સિવિલ લઈ જવાનું કહી દેવાય છે. આવા કપરા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બને છે, જેને લઈ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું છે. મને વિશ્વાસ છે મારા આ કાર્યમાં તમામ સહભાગી થશે.

વિધાનસભા ચૂંટણી / કમલ હસન અને તેમની દીકરીઓએ લીધી મતદાન બૂથની મુલાકાત, ભાજપે ગણાવ્યું નિયમનું ઉલ્લંઘન

આગામી 72 કલાકમાં શહેરનાં નાગરિકો માટે 200 બેડનું સેન્ટર શરૂ કરવાના સંકલ્પ સાથે નિર્માણકાર્યને આગળ વધારી રહ્યા હોવાનું જણાવ્યું છે, સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રી માં આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ