Not Set/ અમદાવાદ સિવિલ હોસ્પિટલ/ મૃતકોનાં શરીર પરથી દાગીના અને સામાનની ચોરી મામલે બેની ધરપકડ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક 13000 ને પાર કરી ચુક્યો છે. ત્યારે હોસ્પીટલમાંથી મૃતકોના શરીર પરથી દાગીના અને તેમનો સરસામાન ચોરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલ તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે શાહીબાગ પોલીસને મોટી સફળતા મળી છે. અને માનવતા નેવે […]

Ahmedabad Gujarat
710e1b60ab18df70b3807cb4df928a1d અમદાવાદ સિવિલ હોસ્પિટલ/ મૃતકોનાં શરીર પરથી દાગીના અને સામાનની ચોરી મામલે બેની ધરપકડ
710e1b60ab18df70b3807cb4df928a1d અમદાવાદ સિવિલ હોસ્પિટલ/ મૃતકોનાં શરીર પરથી દાગીના અને સામાનની ચોરી મામલે બેની ધરપકડ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક 13000 ને પાર કરી ચુક્યો છે. ત્યારે હોસ્પીટલમાંથી મૃતકોના શરીર પરથી દાગીના અને તેમનો સરસામાન ચોરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલ તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે શાહીબાગ પોલીસને મોટી સફળતા મળી છે. અને માનવતા નેવે મૂકી મૃતકોનાં દાગીના ચોરનાર બે સફાઈકર્મીઓની ધરપકડ કરી છે.

અત્યાર સુધીમાં કોવિડ હોસ્પિટલમાં મૃતક દર્દીઓનાં દાગીનાં અને સામાન ચોરી મામલે 3થી વધુ બનાવો બન્યા હતા. આ મામલે શાહીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેઓની કડક પુછપરછ કરી હતી. જેમાં બંને આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી.

આ બન્ને આરોપીઓ સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામ કરે છે. તેઓ મૃતક દર્દીઓની ડેડ બોડીને સેનેટાઈઝ કરવાનું કામ કરતાં હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન