અમરેલીમાં ધારી ગીર પૂર્વમાં વધુ એક 4 વર્ષના સિંહનું મોત થયું છે,ધારીના તુલસીશ્યામ રેન્જમાંથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો છે. જો કે સિંહના મોત બાબતે વન વિભાગનું ભેદી મોન સામે આવ્યું છે. બીજી તરફ સીસીએફ, ડીસીએફ અને એસીએફ સહિત અધિકારીઓના ગીર પૂર્વમાં ધામાં નંખાયા છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા બે માસમાં 21 થી વધારે સિંહોના મોત થયા છે, જયારે ગીર પૂર્વમાં 21 સિંહોના રેસ્ક્યુ કરી સારવારમાં રખાયા છે. આ વચ્ચે વધુ બે સિંહોનું તુલસીશ્યામ રેન્જમાં રેસ્ક્યુ કરાયું છે અને બન્ને સિંહોના લોહી અને મળ – મૂત્રના સેમ્પલ લેવાયા છે. ત્યારબાદ હવે સવાલો ઉભા થયા છે કે, સિંહોના મોત અને રેસ્ક્યુ ધારી ગીર પૂર્વમાં જ કેમ ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
