Not Set/ અમિતા શાહની મેરઠમા પદયાત્રા, પદયાત્રાના રૂટ પર વેપારીની હત્યા

લખનઉઃ યૂપીના વિધાનસભા ચૂટણી માટે મેરઠમાં આજે થનાર અમિત શાહની પદયાત્રાનો રૂટ અંતિમ સમયમાં બદલી નાખવામા આવ્યો છે. આ યાત્રાના રૂટમાં જ ગૂરૂવારે લૂટન ઇરાદે એક વ્યપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એટલા માટે રૂટમાં આ બદલાવ આપવામાં આવ્યો છે. મેરઠમાં શારદા રોડ પર સ્થિત બ્રહ્મપુરી વિસ્તારમાં બીજેપીનો ગઢ માનવામાં આવે છે. હવે […]

Uncategorized
અમિતા શાહની મેરઠમા પદયાત્રા, પદયાત્રાના રૂટ પર વેપારીની હત્યા

લખનઉઃ યૂપીના વિધાનસભા ચૂટણી માટે મેરઠમાં આજે થનાર અમિત શાહની પદયાત્રાનો રૂટ અંતિમ સમયમાં બદલી નાખવામા આવ્યો છે. આ યાત્રાના રૂટમાં જ ગૂરૂવારે લૂટન ઇરાદે એક વ્યપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એટલા માટે રૂટમાં આ બદલાવ આપવામાં આવ્યો છે.

મેરઠમાં શારદા રોડ પર સ્થિત બ્રહ્મપુરી વિસ્તારમાં બીજેપીનો ગઢ માનવામાં આવે છે. હવે નિર્ણય કવરામાં આવ્યો છે કે, શાહનો કાફલો ઘટનાસ્થળેથી શાંતિથી પસાર થશે. પદયાત્રા સમાપ્ત થયા બાદ બીજેપી અધ્યક્ષ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરશે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ મેરઠમાં પદયાત્રા કરી લોકો સાથે સંપર્ક કરશે. એ શિવાય પિલખુવા, ઘોલોના, હાપડ, ખુર્જા અને બુલંદશહરમાં તેની ચૂટણી સભા થવાની છે.

વેસ્ટ યૂપીમાં જનતા બીજેપી સાથે સંદેશ આપવા માટે અમિત શાહે રણનીતિ તૈયાર કરી હતી. તેમની પહેલી તૈયારી છે કે, તે મેરઠમાં શુક્રવારે જૂની દિલ્હીમાં ચૂંગીથી પદયાત્રા કરતા શારદા રોડ, કબાડી બજાર, શહર સર્રાફા બાજાર, કાગજી બજાર, લાલા કા બાજાર, ઘંટઘર સુધી પદયાત્રા કરશે. આ વિસ્તાર મેરઠ શહેર વિધાનસભા ક્ષેત્રનો છે. પરંતુ શાહ મેરઠ શહેર, મેરઠ દક્ષિણ અને મેરઠ કૈન્ટના ઉમેદવાર માટે પણ વોટ માંગશે.