Not Set/ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જોરદાર આંચકો

આતંકવાદને લઈને પાકિસ્તાનને અમેરિકાએ જોરદાર આંચકો આપી દીધો છે. અમેરિકી બેંકિંગ નિયામકોએ 40 વર્ષથી ન્યૂયોર્કમાં કાર્યરત પાકિસ્તાનની હબીબ બેન્કને પોતાની ઓફિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. હબીબ બેન્ક વિરુદ્ધ આ કાર્યવાહી આતંકવાદીઓને ફંડિગ અને મની લોન્ડરિંગ જેવા મામલાઓના કારણે કરવામાં આવી છે. હબીબ બેન્ક પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક છે. ન્યૂયોર્કના બેન્કિંગ અધિકારીઓના જણાવ્યાં […]

World Business
l 195040 123807 updates અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જોરદાર આંચકો

આતંકવાદને લઈને પાકિસ્તાનને અમેરિકાએ જોરદાર આંચકો આપી દીધો છે. અમેરિકી બેંકિંગ નિયામકોએ 40 વર્ષથી ન્યૂયોર્કમાં કાર્યરત પાકિસ્તાનની હબીબ બેન્કને પોતાની ઓફિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. હબીબ બેન્ક વિરુદ્ધ આ કાર્યવાહી આતંકવાદીઓને ફંડિગ અને મની લોન્ડરિંગ જેવા મામલાઓના કારણે કરવામાં આવી છે. હબીબ બેન્ક પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક છે. ન્યૂયોર્કના બેન્કિંગ અધિકારીઓના જણાવ્યાં મુજબ બેન્કે સતત અનેક નિર્દેશોની અવગણના કરી છે. આ બેન્ક દ્વારા આતંકવાદ, મની લોન્ડ્રિગ કે અન્ય ગેરકારયદે ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતા નાણા સંદર્ભે નાણાકીય ટ્રાન્ઝેક્શન થવાનો શક છે. હબીબ બેન્કની અમેરિકામાં આ એકમાત્ર બ્રાન્ચ હતી.અમેરિકામાં વિદેશી બેન્કોના નિયંત્રક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝ એ હબીબ બેન્ક પર 22.5 કરોડ અમેરિકી ડોલરનો દંડ પણ કર્યો છે. જો કે બેન્ક પર પહેલા 62.96 કરોડ ડોલરનો દંડ ફટકારવાનો પ્રસ્તાવ હતો પરંતુ ત્યારબાદ તેને ઓછો કરવામાં આવ્યો. હબીબ બેન્ક અમેરિકામાં વર્ષ 1978થી કામ કરી રહી હતી. વર્ષ 2006માં કેટલાક સંભવિત ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો શક થયા બાદ બેન્કને આ પ્રકારની લેણદેણ પર આકરુ વલણ અપનાવવાના નિર્દેશ આપવામાં આવ્યાં હતાં પરંતુ બેન્ક તેમાં નિષ્ફળ ગઈ.

પાકિસ્તાન આતંકવાદને લઈને પાકિસ્તાનને અમેરિકાએ જોરદાર આંચકો આપી દીધો છે. અમેરિકી બેંકિંગ નિયામકોએ 40 વર્ષથી ન્યૂયોર્કમાં કાર્યરત પાકિસ્તાનની હબીબ બેન્કને પોતાની ઓફિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. હબીબ બેન્ક વિરુદ્ધ આ કાર્યવાહી આતંકવાદીઓને ફંડિગ અને મની લોન્ડરિંગ જેવા મામલાઓના કારણે કરવામાં આવી છે. હબીબ બેન્ક પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક છે. ન્યૂયોર્કના બેન્કિંગ અધિકારીઓના જણાવ્યાં મુજબ બેન્કે સતત અનેક નિર્દેશોની અવગણના કરી છે. આ બેન્ક દ્વારા આતંકવાદ, મની લોન્ડ્રિગ કે અન્ય ગેરકારયદે ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતા નાણા સંદર્ભે નાણાકીય ટ્રાન્ઝેક્શન થવાનો શક છે. હબીબ બેન્કની અમેરિકામાં આ એકમાત્ર બ્રાન્ચ હતી.

અમેરિકામાં વિદેશી બેન્કોના નિયંત્રક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝ એ હબીબ બેન્ક પર 22.5 કરોડ અમેરિકી ડોલરનો દંડ પણ કર્યો છે. જો કે બેન્ક પર પહેલા 62.96 કરોડ ડોલરનો દંડ ફટકારવાનો પ્રસ્તાવ હતો પરંતુ ત્યારબાદ તેને ઓછો કરવામાં આવ્યો. હબીબ બેન્ક અમેરિકામાં વર્ષ 1978થી કામ કરી રહી હતી. વર્ષ 2006માં કેટલાક સંભવિત ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો શક થયા બાદ બેન્કને આ પ્રકારની લેણદેણ પર આકરુ વલણ અપનાવવાના નિર્દેશ આપવામાં આવ્યાં હતાં પરંતુ બેન્ક તેમાં નિષ્ફળ ગઈ.