Not Set/ મેક્સિકોમાં ભૂકંપ ૩૫ લોકોએ જીવ ગુમાવ્યો

મેક્સિકોમાં ૮.૨ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જેમાં ૩૫ લોકોના મોત નિપજ્યા હતા. ભુકંપની તિવ્રતા વધુ હોવાથી સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. મેક્સિકો સરકારે સાથે જણાવ્યું છે કે, સદીનો સૌથી ભયાનક ભૂકંપ હતો.સુનામી એલર્ટના સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રણ મીટર ઉંચા મોજા જોવા મળશે.સમુદ્રી વિસ્તારોને તાત્કાલીક ખાલી કરી લેવામાં આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર બિંદુ પિજિજિયાપન શહેરના […]

World
Mexico earthquake building ap ps મેક્સિકોમાં ભૂકંપ ૩૫ લોકોએ જીવ ગુમાવ્યો

મેક્સિકોમાં ૮.૨ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જેમાં ૩૫ લોકોના મોત નિપજ્યા હતા. ભુકંપની તિવ્રતા વધુ હોવાથી સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. મેક્સિકો સરકારે સાથે જણાવ્યું છે કે, સદીનો સૌથી ભયાનક ભૂકંપ હતો.સુનામી એલર્ટના સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રણ મીટર ઉંચા મોજા જોવા મળશે.સમુદ્રી વિસ્તારોને તાત્કાલીક ખાલી કરી લેવામાં આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર બિંદુ પિજિજિયાપન શહેરના દક્ષિણ-પશ્ચિમમાં ૮૫ કિમી દુર તેમજ ભુગર્ભમાં ૭૦ કિમી પેટાળમાં હતું.સૌથી વધુ અસર મેક્સિકો શહેરમાં હતી, જેને પગલે ૩૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક મકાનો ધરાશાઇ થયા છે. મેક્સિકો ઉપરાંત ગ્વાટેમાલા, અલ સિલ્વાડોર, કોસ્ટા રિકા, નિકારાગુઆ, પનામા અને હોંડુરાસમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પહેલા ૧૯૮૫માં આવો જ ભૂકંપ આવ્યો હતો.