Not Set/ અમેરિકામાં કોરોનાનું તાડંવ, એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે. વિશ્વની મહાસત્તા આજે કોરોના જેવા રોગચાળા સામે નતમસ્તક થઇ ગયુ છે. હાલમાં, વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશમાં કોરોના વાયરસનો કહેર છે. અમેરિકામાં જ કોરોનાનાં કારણે મોટાભાગનાં મૃત્યુ થયા છે. રોગચાળો હજી પણ અહીં ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, […]

World
ea18a37d26d9e4c22a07f8e80f6cc884 અમેરિકામાં કોરોનાનું તાડંવ, એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે. વિશ્વની મહાસત્તા આજે કોરોના જેવા રોગચાળા સામે નતમસ્તક થઇ ગયુ છે. હાલમાં, વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશમાં કોરોના વાયરસનો કહેર છે. અમેરિકામાં જ કોરોનાનાં કારણે મોટાભાગનાં મૃત્યુ થયા છે. રોગચાળો હજી પણ અહીં ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, બુધવારે 35,991 નવા કેસ નોંધાયા હતા અને 863 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે અમેરિકા કરતા દરરોજ બ્રાઝિલમાં વધુ મોત થઈ રહ્યા છે.

વર્લ્ડમીટર અનુસાર અમેરિકામાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા બુધવારે સવાર સુધીમાં વધીને 24 લાખ 24 હજાર થઈ ગઈ છે. કુલ 1,23,473 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, 10 લાખથી વધુ લોકો ઠીક પણ થયા છે. હમણા 12 લાખ 80 હજાર લોકોની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. યુ.એસ. માં, કુલ 5 ટકા કોરોનાથી સંક્રમિત લોકોનાં મોત થયા છે. જ્યારે 42 ટકા લોકો આ રોગથી મુક્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.