Not Set/ અમેરિકામાં વસતા ગુજરાતીનું એલાન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટની 34 લાખ દવાઓ દાનમાં આપશે

ભારતનાં નાગરિકો આજે પણ કોઇની મદદ કરવામાં ક્યારે પાછળ નથી રહેતા. અને તેમા પણ જ્યારે મદદ માણસનો જીવ બચાવવાની હોય ત્યારે દુનિયામાં સૌથી આગળ તમને જે ચહેરો જોવા મળશે તો તે ભારતીયનો જ હશે. આવું જ કઇક ભારતીય અમેરિકન શખ્સની માલિકીની એક દવા કંપનીએ કરી બતાવ્યું છે. તેઓએ ન્યૂયોર્ક અને લુઇસિયાના સહિતનાં કેટલાક રાજ્યોમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન […]

World

ભારતનાં નાગરિકો આજે પણ કોઇની મદદ કરવામાં ક્યારે પાછળ નથી રહેતા. અને તેમા પણ જ્યારે મદદ માણસનો જીવ બચાવવાની હોય ત્યારે દુનિયામાં સૌથી આગળ તમને જે ચહેરો જોવા મળશે તો તે ભારતીયનો જ હશે. આવું જ કઇક ભારતીય અમેરિકન શખ્સની માલિકીની એક દવા કંપનીએ કરી બતાવ્યું છે. તેઓએ ન્યૂયોર્ક અને લુઇસિયાના સહિતનાં કેટલાક રાજ્યોમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટની 34 લાખ ગોળીઓ દાનમાં આપવાનું સંકલ્પ કર્યો છે.

ભારતમાં અને તેમા મૂળ ગુજરાતનાં અમેરિકામાં વસતા અબજોપતિ ચિરાગ અને ચિન્ટુ પટેલની ન્યૂજર્સી સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ તેમના ઘણા ઉત્પાદક એકમોમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે અને એપ્રિલનાં મધ્યમાં આશરે 2 કરોડ ગોળીઓ બનાવવાની આશા રાખી છે. આ કંપની અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે. કંપનીએ કહ્યું કે, આ દવાઓ એમનીલનાં હાલનાં રિટેલ અને જથ્થાબંધ ગ્રાહકો દ્વારા દેશભરમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, એમનીલે કોવિડ-19 દર્દીઓની સારવાર માટે 200 મિલિગ્રામ હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટની 20 લાખ ગોળીઓ અને ટેક્સાસને 10 લાખ ગોળીઓ દાનમાં આપી છે. જ્યારે જરૂર પડે ત્યારે વધુ ગોળીઓ આપવા પણ તે તૈયાર છે. તે દેશભરની હોસ્પિટલોમાં સીધી ચીજવસ્તુઓ પ્રદાન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાની પરિસ્થિતિ પૂરી રીતે ખરાબ થઇ ગઇ છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મહામારીથી દેશને બચાવવામાં પૂરી રીતે અસફળ રહ્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓ સૌથી વધુ 4 લાખ 30 હજાર છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા બુધવારે સાંજે સાડા આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ, 24 કલાકમાં અહી રેકોર્ડ 1973 લોકો મૃત્યુ પામ્યા છે, જે અગાઉનાં દિવસનાં 1939 નાં મૃત્યુ કરતાં વધુ છે. યુ.એસ. માં, કોરોનાને કારણે 14,695 લોકોનાં મોત નીપજ્યાં છે, જે સરકારની નાકામીને સાબિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.