Not Set/ અમેરિકા બાદ ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોનાનો કાળમુખો કહેર યથાવત, બન્ને દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો પહોંચ્યો…

સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસે હવે તેનુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડિતા દર્દીઓની કુલ સંખ્યા 29.60 લાખ પર પહોંચી ગઇ છે. જણાવી દઇએ કે, અમેરિકા બાદ ઈટાલી અને ફ્રાન્સમાં કોરોના વાયરસ કાળમુખો કહેર બન્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડિતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે, […]

World

સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસે હવે તેનુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડિતા દર્દીઓની કુલ સંખ્યા 29.60 લાખ પર પહોંચી ગઇ છે. જણાવી દઇએ કે, અમેરિકા બાદ ઈટાલી અને ફ્રાન્સમાં કોરોના વાયરસ કાળમુખો કહેર બન્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડિતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.97 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે આ વાયરસથી કુલ 26,644 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી અહીથી સારા સમાચાર એ આવ્યા છે કે આ ચેપથી 64,928 લોકો ઠીક પણ થયા છે. ઈટાલી બાદ ફ્રાન્સમાં કોરોનાએ તેનો રંગ બતાવ્યો છે. અહી કોરોનાથી સંક્રમિત દર્દીઓ કુલ 1.62 લાખ છે. જ્યારે તેનાથી 22,856 મોત થઇ ચુકી છે. જ્યારે આ વાયરસથી પોતાનો જીવ બચાવવામાં સફળ કુલ 45,681 દર્દીઓ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.