Not Set/ અમેરિકા 7 મુસ્લિમ દેશોને નહીં આપે વિઝિટર્સ વિઝા, ટ્રમ્પ ઇસ્લામ કટ્ટરપંથીને USમાંથી કાઢી મુકશે

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટમી વચનો પૂરા કરવા તરફ આગળ વધતા હોય તેમ એક ઓર્ડર સાઇન કર્યો છે. આ ઓર્ડર અનુસાર, અમેરિકા આવનારા રેફ્યૂજીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે અને ઇસ્લામિક કટ્ટરપંથીઓને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. ઇરાક, ઈરાન, સીરિયા, સુદાન, લીબિયા, સોમાલિયા અને યમન જેવા સાત મુસ્લિમ દેશોના વિઝિટર્સને હાલમાં વિઝા નહીં આપવામાં આવે. ટ્રમ્પે […]

Uncategorized
અમેરિકા 7 મુસ્લિમ દેશોને નહીં આપે વિઝિટર્સ વિઝા, ટ્રમ્પ ઇસ્લામ કટ્ટરપંથીને USમાંથી કાઢી મુકશે

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટમી વચનો પૂરા કરવા તરફ આગળ વધતા હોય તેમ એક ઓર્ડર સાઇન કર્યો છે. આ ઓર્ડર અનુસાર, અમેરિકા આવનારા રેફ્યૂજીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે અને ઇસ્લામિક કટ્ટરપંથીઓને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. ઇરાક, ઈરાન, સીરિયા, સુદાન, લીબિયા, સોમાલિયા અને યમન જેવા સાત મુસ્લિમ દેશોના વિઝિટર્સને હાલમાં વિઝા નહીં આપવામાં આવે.

ટ્રમ્પે કહ્યું કે, અમે એક નવો કાયદો બનાવવા જઇ રહ્યા છીએ. આથી ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે. અમે તેમને દેશ દેખાડવા નથી ઇચ્છતા.  ટ્રમ્પે શુક્રવારે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનની પહેલીવાર મુલાકાત લીધી હતી.  તેમણે કહ્યું કે, હું ભરોસો અપાવવા ઇચ્છું છું કે, દેશ પર કોઇ ખતરો નથી. આપણા સૈનિકો વિશ્વભરમાં લડી રહ્યા છે. હું બસ એટલું જ કહેવા ઇચ્છું છું કે, જે લોકો દેશમાં રહેવા ઇચ્છે છે તેઓ દેશને સપોર્ટ કરે અને લોકોને પ્રેમ કરે.  આપણે ન તો 9/11ના પાઠને ભૂલવો જોઇએ ન તો એવા સૈનિકોને ભૂલવા જોઇએ જેમણે પેન્ટાગોનમાં જીવ ગુમાવ્યા હતા. તેઓ અમારા બેસ્ટ જવાન હતા. આપણે તેમને શબ્દોથી શ્રદ્ધાંજલિ નથી આપી શકતા.