Not Set/ અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરતા જાણો શું આપી ટિપ્સ

કોરોનાવાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર ‘જાન ભી જહાન ભી‘ નીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં, બેનર્જીએ સૌથી વધુ ભાર આ ચીજ પર આપ્યો હતો કે સરકાર લોકોનાં હાથમાં પૈસા આપે. બેનર્જી […]

India
0e395d0e27a9f75da15b966e5d03f698 1 અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરતા જાણો શું આપી ટિપ્સ

કોરોનાવાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર જાન ભી જહાન ભીનીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં, બેનર્જીએ સૌથી વધુ ભાર આ ચીજ પર આપ્યો હતો કે સરકાર લોકોનાં હાથમાં પૈસા આપે. બેનર્જી માને છે કે લોકોની ખરીદ શક્તિ રહેવી જોઈએ અને તેમણે એ પણ જાળવવું જોઈએ કે જ્યારે લોકડાઉન ખુલશે, ત્યારે તેમના હાથમાં પૈસા હશે. તેથી, કેન્દ્ર સરકારે શક્ય તેટલા લોકોને પૈસા આપવા જોઈએ.

લોકોનાં હાથમાં પૈસા આપવા ઉપરાંત બેનર્જીએ હંગામી રેશનકાર્ડ બનાવવાનું સૂચન પણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરીયાતમંદો માટે અનાજની પૂરતી પ્રાપ્તિ થાય તે માટે કોઇ ઓળખ કર્યા વિના હંગામી રેશનકાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. જે લોકો પણ આવે તેમને રેશનકાર્ડ આપે ગરીબો સુધી પહોંચાડવાની ખૂબ જ જરૂર છે. અર્થશાસ્ત્રી બેનર્જીએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) માટે આધારઆધારિત દાવાથી ગરીબો માટે ઘણી સમસ્યાઓ હલ કરી શકાઇ હોત. ગરીબોનું મોટું જૂથ હજી પણ સિસ્ટમનો ભાગ નથી. દરેકને હંગામી રેશનકાર્ડ આપો. તેનો ઉપયોગ પૈસા, ઘઉં અને ચોખા આપવા માટે કરો. બેનર્જીએ કહ્યું કે, માંગને પુનર્જીવિત કરવી મહત્વપૂર્ણ છે, નીચા વર્ગનાં 60 ટકા લોકોને વધુ આપવાથી કંઈપણ ખરાબ નહીં થાય. ભારતને એક પ્રોત્સાહન પેકેજની જરૂર છે, આપણે હજી સુધી પૂરતું આર્થિક પેકેજ નથી આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.