આઈપીએલની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર હેરી ગાર્નીના સ્થાને 29 વર્ષીય અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાનને ટીમમાં સામેલ કર્યો છે. ગાર્નીની ખભાની ઈજાને લગતી સર્જરી કરવામાં આવનાર છે, જેને લઈને તેને IPL માંથી બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ અલી ખાનને ટીમમાં સામેલ કરવામાં આવશે. આ સાથે અલી આઈપીએલમાં જોડાનાર પ્રથમ અમેરિકન ક્રિકેટર બન્યો.
અલી ખાને તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો અને તે ટૂર્નામેન્ટ વિજેતા ટ્રિનબાગો નાઈટ રાઇડર્સનો સભ્ય હતો. અલી ખાન હાલમાં યુએઈ જઈ રહ્યો છે અને તેની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવો અને કોલકાતા નાઈટ રાઇડર્સના મુખ્ય કોચ બ્રેન્ડન મૈકુલમ છે.
અલી ખાનને સીપીએલમાં આઠ મેચ રમવાની તક મળી હતી. આમાં તેણે 7.43 ના ઇકોનોમી રેટથી આઠ વિકેટ ઝડપી હતી. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે પણ તે કોલકાતા નાઈટ રાઇડર્સની નજરમાં હતો પરંતુ તેમની વચ્ચે કોઈ ડીલ નક્કી થઈ શકી નથી. સીપીએલમાં અલીના સપનાની શરૂઆત હતી. તેને અહીં પહેલા જ બોલ માં કુમાર સંગાકારાની વિકેટ મળી હતી. તેને બ્રાવો દ્વારા સી.પી.એલ. લાવવામાં આવ્યા હતા. તે બ્રાવોને ગ્લોબલ ટી 20 કેનેડામાં મળ્યો હતો. અલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
