Not Set/ આગ/ દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

  કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે. ૩૧ સ્કવેર માઇલ(૮૦ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં આગને કારણે ભારે નુકસાન થયું છે. સોમવાર સવાર સુધી આગ પર પાંચ ટકા અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર અંકુશ મેળવવા માટે […]

World
b563075bb838df2b60329a7c0f156d36 આગ/ દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ, લોકોને સલામત સ્થળે ખસેડાયા
 

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે. ૩૧ સ્કવેર માઇલ(૮૦ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં આગને કારણે ભારે નુકસાન થયું છે. સોમવાર સવાર સુધી આગ પર પાંચ ટકા અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર અંકુશ મેળવવા માટે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.

આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. યુએસ ફોરેસ્ટ સર્વિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમે અમારા ફાયર ફાઇટરોને ભયજનક સ્થિતિમાં મૂકવા માગતા નથી. જો કે ફાયર ફાઇટર સાવચેતીપૂર્વક આગ પર અંકુશ મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.