Not Set/ આજે ફરી સતત 14 માં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધરો, જનતા ત્રસ્ત

કોરોના વાયરસ સંક્રમણનાં બીજા રાઉન્ડની આશંકા વચ્ચે છેલ્લા અઠવાડિયામાં જ્યા આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલમાં મોટાભાગનાં દિવસોમાં ઘટાડો થયો હતો, વળી સ્થાનિક બજારમાં સતત 14 માં દિવસે ડીઝલ-પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે પ્રતિ લિટર 78.88 રૂપિયા થઈ ગયો છે, જે ગઈકાલે 78.37 રૂપિયા પ્રતિ લિટર હતો. વળી ડીઝલનો ભાવ પણ ગઈકાલે રૂ. […]

Business
4096f29f0cb6146bb7170dbebc046f1f આજે ફરી સતત 14 માં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધરો, જનતા ત્રસ્ત

કોરોના વાયરસ સંક્રમણનાં બીજા રાઉન્ડની આશંકા વચ્ચે છેલ્લા અઠવાડિયામાં જ્યા આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલમાં મોટાભાગનાં દિવસોમાં ઘટાડો થયો હતો, વળી સ્થાનિક બજારમાં સતત 14 માં દિવસે ડીઝલ-પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે પ્રતિ લિટર 78.88 રૂપિયા થઈ ગયો છે, જે ગઈકાલે 78.37 રૂપિયા પ્રતિ લિટર હતો. વળી ડીઝલનો ભાવ પણ ગઈકાલે રૂ. 77.06 ની તુલનામાં આજે લિટર દીઠ 77.67 રૂપિયા થયો છે.

છેલ્લા 14 દિવસમાં પેટ્રોલ 7.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર રૂ. 8.28 નો વધારો થયો છે. આજે સરકારી તેલ કંપનીઓએ બળતણનાં ભાવમાં વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 14 દિવસથી મોટાભાગે ક્રૂડ ઓઇલનાં ભાવ નરમ રહ્યા હતા, પરંતુ સ્થાનિક બજારમાં તેની કિંમતો સતત વધી રહી છે. હાલમાં ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઇલનાં ભાવ પ્રતિ બેરલ આશરે 35-40 ની આસપાસ ચાલી રહ્યા છે, પરંતુ તે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી. તેની અસર એ છે કે છેલ્લા 14 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ.8.28 નો વધારો થયો છે. આ દિવસોમાં પેટ્રોલનાં ભાવમાં પણ પ્રતિ લિટર રૂ.7.62 નો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.