Not Set/ આજ મધરાતથી GST લાગુ, રોશનીથી સંસદ ઝગમગી ઉઠશે , અનેક દિગ્ગજો હાજર રહેશે

સંસદનું સેન્ટ્રલ હોલ આજે અડધી રાતે રોશનીથી ઝગમગી ઉઠશે. જીએસટી લાગુ થવાના અવસર પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ રતન ટાટા અને સ્વર સામાજ્ઞ્રી લતા મંગેશ પણ હાજર રહેશે. કાર્યક્રમ રાત્રે 11 વાગે શરૂ થઇને આશરે એક કલાક સુધી ચાલશે.જીએસટીમાં ગત સરકારની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ અને એચ.ડી. દેવગૌવડાને વિશેષ […]

Uncategorized

સંસદનું સેન્ટ્રલ હોલ આજે અડધી રાતે રોશનીથી ઝગમગી ઉઠશે. જીએસટી લાગુ થવાના અવસર પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ રતન ટાટા અને સ્વર સામાજ્ઞ્રી લતા મંગેશ પણ હાજર રહેશે. કાર્યક્રમ રાત્રે 11 વાગે શરૂ થઇને આશરે એક કલાક સુધી ચાલશે.જીએસટીમાં ગત સરકારની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ અને એચ.ડી. દેવગૌવડાને વિશેષ રીતે બોલાવવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ સરકારની મેગા ઇવેન્ટનો બહિષ્કાર કર્યો છે. ડો.મનમોહનસિંઘ પણ જશે નહીં. જોકે, દેવગૌવડા સમારંભમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ ઉપરાંત ડાબેરી પક્ષો, સપા, ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંમેલનમાં ભાગ લેશે નહીં. સરકારે જીએસટીનું રાજનીતિકરણ નહીં કરવાનો આગ્રહ કર્યો છે.