Not Set/ આત્મહત્યા કરતા પહેલા જવાને લખી ડાયરી, ‘કોર્ટ માર્શલ કરતા વધારે સારુ મરી જવું’

નવી દિલ્હીઃ જવાન રોય મેથ્યુએ આત્મહત્યા મામલો સરળતાથી રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે. તેની પાસેથી એક ડાયરી મળી આવી છે . જેમા લખેલુ હતુ કે, કોર્ટ માર્શલથી વધારે સારુ મરવું છે. જવાનની આ ડાયરીને સુસાઇડ નોટ માનવામાં આવે છે. મેથ્યે આ ડાયરીમાં પોતાની પત્ની અને પરિવારના લોકો પાસે માફી માંગી છે. જાણવા મળતી માહિતી […]

Uncategorized
આત્મહત્યા કરતા પહેલા જવાને લખી ડાયરી, 'કોર્ટ માર્શલ કરતા વધારે સારુ મરી જવું'

નવી દિલ્હીઃ જવાન રોય મેથ્યુએ આત્મહત્યા મામલો સરળતાથી રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે. તેની પાસેથી એક ડાયરી મળી આવી છે . જેમા લખેલુ હતુ કે, કોર્ટ માર્શલથી વધારે સારુ મરવું છે. જવાનની આ ડાયરીને સુસાઇડ નોટ માનવામાં આવે છે.

મેથ્યે આ ડાયરીમાં પોતાની પત્ની અને પરિવારના લોકો પાસે માફી માંગી છે. જાણવા મળતી માહિતી મુજબ આત્મહત્યા પહેલા મેથ્યુએ પોતાની પત્નીને ફોન પર વાત કરી હતી. પોલીસ ડાયરીમાં લખેલી વાતની તપાસ કરી રહી છે.  ઉલ્લેખનીય છે કે, સમાચાર ચેનલોમાં સ્ટિંગ ઓપરેશનમાં અધિકારીઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.  મેથ્યૂનો મૃતદેહ ગુરુવારે મહારાષ્ટ્રના છાવની વિસ્તારમાંથી ખાલી પડેલી બેરેકમાંથી મળી આવ્યો હતો. સૈનાનું કહેવુ છે કે, જવાનને મરાઠી સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં અધિકારીઓ પર આરોપ લગાવાને કારણે આત્મહત્યા કરી લીધી છે.પોલીસ સ્ટિંગ કરનાર પત્રકારની પણ પુછપરછ કરી રહી છે.

સેનાના નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, જવાનની જાણકારી વગર મીડિયા કર્મચારીએ સવાલ પૂછતી વખતે જવાનનો વીડિયો બનાવી લેવામાં આવ્ય હતો. તેમણે જણાવ્યું હતુ કે, એવું લાગી રહ્યું છે કે, અધિકારીઓની આલોચના કરવા કે અજાણી વ્યક્તિને ખોટી વાત કહેવાના અરોપમાં જવાને આ પગલુ ઉઠાવવા મજબૂર બન્યો હશે.