આધારને પાનકાર્ડ સાથે લિંન્ક કરાવવાં અર્થે કેન્દ્ર સરકારે 31 ઓગષ્ટની મર્યાદા નક્કી કરી છે. તમે ઓનલાઈન ઈન્કમ ટેકસ રિટર્ન ભર્યું છે અને 31 ઓગસ્ટ સુધી પોતાનું આધાર પાન સાથે લિંન્ક કરાવ્યું નથી તો તમારું ઈન્કમ ટેકસ રિટર્ન પ્રોસેસ નહી થાય. ઈન્કમ ટેકસ વિભાગના કહ્યા અનુસારતમારું રિટર્ન ત્યાં સુધી પ્રોસેસ નહી થાય જયાં સુધી તમે આધારને પાન સાથે લીન્ક કરતા નથી.
જો તમારો ટીડીએસ કપાયો છે કે તમે વધુ ટેકસ જમા કરાયો છે તો તમે તમારા ઈન્કમ ટેકસ રિટર્નમાં રિફન્ડ કલેમ કર્યો હશે. કારણ કે આધારને પાન સાથે લીન્ક કરાવ્યા વગર તમારું રિટર્ન પ્રોસેસ નહીં થાય. એવામાં તમારા એકાઉન્ટમાં રિફન્ડ ત્યાં સુધી નહીં આવે જયાં સુધી આધારને પાન સાથે લીન્ક કરવામાં નહિ આવે.
હવે તમે એસએમએસ બેઝડ સર્વિસનો ઉપયોગ કરીને તમારા પાનને આધારની સાથે લિંન્ક કરાવી શકો છો. ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 567678 કે 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લીન્ક કરાવી શકાય છે. ઉપરાંત આધારને પાન સાથે લીન્ક કરવા માટે ઈન્કમ ટેકસ વિભાગની ઓફિશિયલ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈ શકાય છે. આવું આધાર કે પાનના ડેટાબેસમાં સમાન નામ હોવા પર કે માઈનર મિસમેચ હોવાના મુદ્દે કરવામાં આવે છે.
