Not Set/ આફ્રિદી બાદ પાકિસ્તાનનાં ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ, ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોટો ખતરો

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી હજી કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા નથી, પરંતુ તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વધુ ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બધા ખેલાડીઓ થોડા દિવસ પછી ઇંગ્લેન્ડ જવાના હતા, પરંતુ હવે આ ખેલાડીઓ ઇંગ્લેન્ડ જઇ શકશે નહીં. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ માહિતી આપી છે. પાકિસ્તાનનાં ત્રણ ખેલાડીઓ હૈદર […]

Uncategorized
15c0ee5a48007128e1645d6978c8cfbd આફ્રિદી બાદ પાકિસ્તાનનાં ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ, ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોટો ખતરો

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી હજી કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા નથી, પરંતુ તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વધુ ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બધા ખેલાડીઓ થોડા દિવસ પછી ઇંગ્લેન્ડ જવાના હતા, પરંતુ હવે આ ખેલાડીઓ ઇંગ્લેન્ડ જઇ શકશે નહીં. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ માહિતી આપી છે.

પાકિસ્તાનનાં ત્રણ ખેલાડીઓ હૈદર અલી, હેરિસ રૌફ અને શાદાબ ખાનનો કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી હતી. પીસીબીએ જણાવ્યું હતું કે રાવલપિંડીમાં રવિવારે આ પરીક્ષણો લેવામાં આવ્યા ત્યાં સુધી રોગનાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પાકિસ્તાનની 29 સભ્યોની ટીમ 28 જૂને ઇંગ્લેન્ડ જવા રવાના થવાની છે. ઇંગ્લેન્ડમાં ટીમે ત્રણ મેચની ટેસ્ટ અને ત્રણ ટી-20 શ્રેણી રમવાની છે. પીસીબીએ એમ પણ કહ્યું છે કે, તેણે ત્રણેય ખેલાડીઓને આઈસોલેશનમાં જવા કહ્યું છે. રાવલપિંડીમાં ઈમાદ વસીમ અને ઉસ્માન શિનવારીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બંનેનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેથી, તે બંને 24 જૂને લાહોર જવા રવાના થશે. ક્લિફ ડેક્કન, શોએબ મલિક અને વકાર યુનુસ સિવાય ટીમનાં ખેલાડીઓ અને ટીમનાં અધિકારીઓનું સોમવારે કરાચી, લાહોર, પેશાવરમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમનો રિપોર્ટ મંગળવારે આવશે.

બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં મેડિકલ ઓફિસરે કહ્યું છે કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ મોટો જોખમી છે, પરંતુ દેશને સંકટમાંથી બહાર કાઠવામાં મદદ કરવાના દ્રષ્ટિકોણથી તે જરૂરી છે. પીસીબીનાં મેડિકલ અને સ્પોર્ટ્સ સાયન્સિસનાં ડાયરેક્ટર જનરલ ડો.સોહેલ સલીમે જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન આ પ્રવાસ મોટો જોખમી છે. તેમણે કહ્યું કે, અમે આ અનુભવ કર્યો નથી, પરંતુ તે બંને ટીમો માટે એક નવો અનુભવ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.