Not Set/ આબુ-પાલનપુર રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટીખાતા ઘુમાડાના ગોટા નિકળ્યા, હાઇવે કરાયો બંધ

બનાસકાઠાઃ કેમિકલ ભરેલું ટેન્કર પાલનપુર પાસે આવેલા ઇકબાલગઢ પાસે હાઇવે ઉપર પલટી મારી ગયું હતું. જેના પગલે હાઇવે ઉપર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વધુ મળતી માહિતી પ્રમાણે આબુ રોડ તરફથી પાલનપુર આવી રહ્યું હતું. ત્યારે ઇકબાલગઢ પાસે આ ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. ઘટનાના […]

Gujarat

બનાસકાઠાઃ કેમિકલ ભરેલું ટેન્કર પાલનપુર પાસે આવેલા ઇકબાલગઢ પાસે હાઇવે ઉપર પલટી મારી ગયું હતું. જેના પગલે હાઇવે ઉપર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે આબુ રોડ તરફથી પાલનપુર આવી રહ્યું હતું. ત્યારે ઇકબાલગઢ પાસે આ ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. ઘટનાના પગલે ઘટના સ્થળેથી ધુમાડાના વાદળો થઈ ગયા હતા. આ જોતા નજીકના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના પગલે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.ઇકબાલગઢ નજીક કેમિકલ ભરેલા ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ટેન્કરના ક્લીનર અને ડ્રાઇવર ટેન્કરમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

કેમિકલ ભરેલા ટેન્કર પલટી મારી ગયું હોવાથી સ્થળ ઉપર ધૂમાડો ધૂમાડો થઈ ગયો હતો. આ ઘટની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ધૂમાડાના પગલે વધારે કોઈ જાનહાની ન થાય તે માટે અમીરગઢ પોલીસે હાઇવે બ્લોક કર્યો હતો.