Not Set/ આલિયા અને રિતિકને ઓસ્કાર દ્વારા અપાયું આંમત્રણ, હંસલ મહેતાએ નેપોટીઝીમ પર કહ્યું કંઇક આવું…

સુશાંત સિંહ રાજપૂતના દુ: ખદ અવસાન બાદ બોલિવૂડ બે કેમ્પમાં વહેંચાયેલું લાગે છે અને નેપોટીઝીમના મુદ્દાએ જોર પકડ્યું છે. આ દરમિયાન, ઉદ્યોગના કેટલાક કલાકારોને ઓસ્કર એકેડેમી તરફથી આમંત્રણ મળ્યું છે, જેમાં આલિયા ભટ્ટ અને  રિતિક રોશનનું નામ શામેલ છે. જે બાદ સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે આ સમાચાર […]

Uncategorized
5a99038abe41ee1b341a9ff1887446a4 આલિયા અને રિતિકને ઓસ્કાર દ્વારા અપાયું આંમત્રણ, હંસલ મહેતાએ નેપોટીઝીમ પર કહ્યું કંઇક આવું...

સુશાંત સિંહ રાજપૂતના દુ: ખદ અવસાન બાદ બોલિવૂડ બે કેમ્પમાં વહેંચાયેલું લાગે છે અને નેપોટીઝીમના મુદ્દાએ જોર પકડ્યું છે. આ દરમિયાન, ઉદ્યોગના કેટલાક કલાકારોને ઓસ્કર એકેડેમી તરફથી આમંત્રણ મળ્યું છે, જેમાં આલિયા ભટ્ટ અને  રિતિક રોશનનું નામ શામેલ છે. જે બાદ સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે આ સમાચાર સામે આવ્યા, ત્યારે ડિરેક્ટર હંસલ મહેતાએ નેપોટીઝીમને લઈને નિંદા વ્યક્ત કરી છે. 

ભારતીય કલાકારો માટેની આ તકનો આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો માને છે કે ઓસ્કાર એકેડેમી પણ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપી રહી છે. તેઓને ઓસ્કારનો આ નિર્ણય પસંદ નથી. ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ પણ આ સંદર્ભમાં એક ટ્વીટ શેર કરી લખ્યું છે કે, ‘નેપોટિસ્ટિક એકેડેમી …’. હકીકતમાં, રિતિક રોશન અને આલિયા ભટ્ટ ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આવી સ્થિતિમાં લોકોને ઓસ્કરના આ પગલાને ભેદભાવપૂર્ણ લાગે છે.