Not Set/ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ આવી પહોંચ્યા, ગુજરાતમાં બે દિવસોનો કાર્યક્રમ, જાણો

ગાંધીનગરઃ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. સોમવારે બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે.  એરપોર્ટથી ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે મોદીની બેઠક યોજાશે. સાંજે 4:30 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. સાંજ 5 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો અને […]

Uncategorized
C1twBQ VQAAbMz1 વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ આવી પહોંચ્યા, ગુજરાતમાં બે દિવસોનો કાર્યક્રમ, જાણો

ગાંધીનગરઃ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. સોમવારે બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે.  એરપોર્ટથી ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે મોદીની બેઠક યોજાશે. સાંજે 4:30 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. સાંજ 5 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદઘાટન અને નોબેલ વિજેતાઓ સાથે હાઇ-ટી પર ચર્ચા.  સાંજે 6 વાગ્યે ગિફ્ટ સિટીમાં બીએસઈના કાર્યાલયનું ઉદઘાટન કરશે. સાંજ 7 વાગ્યે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઈઝ સિરીઝ એક્ઝિબિશન ખુલ્લું મૂકશે. નોબેલ વિજેતાઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે. ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે પરત થઈને મુખ્યમંત્રી તેમજ સરકાર તથા ભાજપના પ્રદેશ આગેવાનો સાથે બેઠક યોજશે.

વાઇબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન અને ગ્લોબલ સીઇઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બાદ વિજય રૂપાણી ગાલા ડિનરના હોસ્ટ બનશે. મહાત્મા મંદિરના ટેરેસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરના ટેરેસ પર પસંદગીના 60 આમત્રીતો સાથે ડિનર લેશે જેમા સીઇઓ, ગણતરીના મંત્રીઓ અને ગુજરાતના નેતાઓ હાજર રહેશે.

મંગળવારે સવારે 9.00 કલાકે નોબેલ ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3.30 કલાકે વાઇબ્રન્ટ સમિટનો  પ્રારંભ સાંજે 6.30 કલાકે ટોચના 50 સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે.  રાત્રે મહાત્મા મંદિરના ટેરેસ પર ગાલા ડિનર બાદ વડાપ્રધાન મોદી 10 કલાકે દિલ્હી જવા રવાના થશે.