Not Set/ RR vs SRH/ સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આજે આ સપ્તાહનાં અંતિમ ડબલ હેડર ડે પર, રાજસ્થાન રોયલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. મેચ થોડી ક્ષણોમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જણાવી દઇએ કે, સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતી લીધો છે  અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 53.50% જીતવાનો દર છે. હૈદરાબાદએ અત્યાર સુધીમાં 114 મેચ રમી છે, […]

Uncategorized
a70b9f02b8e1714294a248bf895f7b51 RR vs SRH/ સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આજે આ સપ્તાહનાં અંતિમ ડબલ હેડર ડે પર, રાજસ્થાન રોયલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. મેચ થોડી ક્ષણોમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જણાવી દઇએ કે, સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતી લીધો છે  અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 53.50% જીતવાનો દર છે. હૈદરાબાદએ અત્યાર સુધીમાં 114 મેચ રમી છે, જેમાં 61 જીતી અને 53 હારી છે. રાજસ્થાનનો જીતનો દર 50.66 % છે. રાજસ્થાને અત્યાર સુધીમાં કુલ 153 મેચ રમી છે, જેમાં તેણે 77 માં જીત મેળવી છે અને 74 માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચ ડ્રો રહી હતી.

ટીમોની સ્થિતિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સ પ્રથમ બે મેચ જીત્યા બાદ સતત ચાર મેચ ગુમાવી ચુકી છે અને તે અત્યાર સુધીની સ્પર્ધામાં સતત પાછળ જઇ રહી છે. બીજી તરફ સનરાઇઝર્સનું પ્રદર્શન થોડું સારું રહ્યું છે, તેણે 6 માંથી 3 મેચ જીતી હતી, પરંતુ આ સમયે તેમની સૌથી મોટી રાહત જોની બેયરસ્ટ્રો અને ડેવિડ વોર્નરની જોડી છે, જેણે અગાઉની મેચમાં કિંગ્સ ઇલેવન સામે રેકોર્ડ 160 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.