Not Set/ આવતા અઠવાડિયે ખુલી રહ્યા છે થિયેટર્સ, વિવેક ઓબેરોયની આ ફિલ્મ ફરીથી થશે રિલીઝ

કોરોના વાયરસને કારણે થિયેટરો છેલ્લા 6 મહિનાથી બંધ પડ્યા હતા, જે કેટલીક શરતો સાથે 15 ઓક્ટોબરથી ખોલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આમાં અભિનેતા વિવેક ઓબેરોયે પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં લખ્યું છે […]

Uncategorized
d08c54d916c97ff1221c6afc121ef8d6 આવતા અઠવાડિયે ખુલી રહ્યા છે થિયેટર્સ, વિવેક ઓબેરોયની આ ફિલ્મ ફરીથી થશે રિલીઝ

કોરોના વાયરસને કારણે થિયેટરો છેલ્લા 6 મહિનાથી બંધ પડ્યા હતા, જે કેટલીક શરતો સાથે 15 ઓક્ટોબરથી ખોલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આમાં અભિનેતા વિવેક ઓબેરોયે પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં લખ્યું છે કે, “વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ફરી સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.”

આ ફિલ્મનું નિર્માણ સંદિપ સિંહે કર્યું છે. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચા વેચનારથી લઈને રાષ્ટ્રના વડા બનવાની સફર દર્શાવવામાં આવી છે. ઉમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ જોશી, દર્શન કુમાર, બોમન ઈરાની, ઝરીના વહાબ અને વિવેક ઉપરાંત ઘણાં અન્ય સ્ટાર્સ પણ છે.

તે જ સમયે, અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ખાલી પીલી’ પણ આવતા અઠવાડિયે 16 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.

‘ખાલી પીલી’ સિવાય અનન્યાની પણ એક ફિલ્મ શકુન બત્રાની છે, જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને સિદ્ધંત ચતુર્વેદી જેવા કલાકારો પણ છે. અનન્યા આગામી સમયમાં વિજય દેવરકોંડા સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ