લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 માં લોકપ્રિયતા મેળવનાર આસિમ રિયાઝ પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તે ઈજાગ્રસ્ત છે. તેણે ખુદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર આવતાની સાથે જ તેના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા અને ટ્વિટર પર #GetWellSoonAsim ટ્રેંડ થઇ રહ્યું છે.
આસિમે જણાવ્યું હતું કે તે રસ્તા પર સાયકલ પર જઈ રહ્યો હતો, ત્યારે એક બાઇક આવીને તેને ઇરાદાપૂર્વક ટકરાઈ. તેણે વીડિયોમાં બતાવ્યું કે તેને કેટલી ઇજાઓ પહોંચી હતી. તેને ઘૂંટણ, પગ અને ખભામાં ઈજાઓ પહોંચી હતી.
આ સમાચારથી આસિમના ચાહકો ખૂબ નારાજ છે અને જલ્દીથી તેમની તબિયત સારી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
This is hieght of cowardness and shamelessness.Please @imrealasim lodge a complaint against those goons. How badly he has got hurt.#GetwellSoonAsim pic.twitter.com/JIF3lmtgPT
— Akash⭐Asim Squad (@_Random_Spirit) August 5, 2020
