Not Set/ આ કોઇ ક્રિકેટ મેચ નથી કે, રિયલ ટાઇમ ડેટા જાહેર થાય, કોરોનાના આંકડા તો મેનેજ કરવા પડે :  IAS વિનોદ રાવ

  વડોદરામાં રોજેરોજ કોરોનાથી સંખ્યાબંધ મોત થઇ રહ્યાં છે. તેમ છતાં કોવિડ કંટ્રોલની કામગીરીમાં લાગેલું તંત્ર કોરોનાથી થતાં મોતનાં સાચા આંકડા છુપાવી રહ્યું છે. તંત્રએ રચેલી આંકડાની માયાજાળમાં તંત્રનાં અધિકારીઓ પોતે જ ફસાઇ રહ્યાં છે.  જે રીતે સરકારી ચોપડે આંકડા જાહેર થઇ રહ્યાં છે, તેનાંથી વિપરીત સરકારી અધિકારીઓનાં બહાર આવતાં આંકડા વડોદરામાં કોરોનાથી થતાં મોતનાં […]

Gujarat Vadodara
6a16431847c33e45c7c0af479dc67f91 આ કોઇ ક્રિકેટ મેચ નથી કે, રિયલ ટાઇમ ડેટા જાહેર થાય, કોરોનાના આંકડા તો મેનેજ કરવા પડે :  IAS વિનોદ રાવ
 

વડોદરામાં રોજેરોજ કોરોનાથી સંખ્યાબંધ મોત થઇ રહ્યાં છે. તેમ છતાં કોવિડ કંટ્રોલની કામગીરીમાં લાગેલું તંત્ર કોરોનાથી થતાં મોતનાં સાચા આંકડા છુપાવી રહ્યું છે. તંત્રએ રચેલી આંકડાની માયાજાળમાં તંત્રનાં અધિકારીઓ પોતે જ ફસાઇ રહ્યાં છે.  જે રીતે સરકારી ચોપડે આંકડા જાહેર થઇ રહ્યાં છે, તેનાંથી વિપરીત સરકારી અધિકારીઓનાં બહાર આવતાં આંકડા વડોદરામાં કોરોનાથી થતાં મોતનાં આંકડાનું તિકડમ ખુલ્લું પાડી રહ્યાં છે.

વડોદરામાં કોરોનાને કાબુ કરવાની જવાબદારી સાથે ગાંધીનગરથી મોકલાવાયેલા આઇએએસ અધિકારી ડો.વિનોદ રાવ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી.  જેમાં ચાલુ મહિને 1 થી 19 સપ્ટેમ્બર દરમ્યાન વડોદરામાં કોરોનાનાં કારણે જિલ્લા બહારનાં 160 દર્દી મૃત્યુ પામ્યાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો.  જે ચોંકાવનારો ખુલાસો છે.

કારણ કે, વડોદરામાં કોરોનાની શરૂઆતથી લઇ અત્યાર સુધી મૃત્યુ પામનાર કુલ દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે 176 પર પહોંચી છે.  રોજેરોજ જાહેર થતાં કોર્પોરેશનનાં કોવિડ બુલેટિનમાં દરરોજ એક કે બે વ્યક્તિ મૃત્યુ પામ્યાં હોવાનું બતાવવામાં આવે છે.  જ્યારે કે ડો.વિનોદ રાવે જાહેર કરેલાં આંકડા ફક્ત સપ્ટેમ્બર મહિનાનાં 19 દિવસમાં જ જિલ્લા બહારનાં 160 દર્દીનાં મોત થયાં હોવાનું જાહેર કરાયું છે.  તો સવાલ એ થાય કે, શું તંત્ર દ્વારા કોરોના દર્દીઓનો સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે..?  વિરોધપક્ષનાં સિનિયર કાઉન્સિલર ચિરાગ ઝવેરીનો દાવો છે કે, વડોદરામાં દરરોજ સરેરાશ 800 થી 1000 જેટલાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે.  પરંતુ સરકારી ચોપડે ફક્ત 120 ની આસપાસનો જ આંકડો બતાવવામાં આવી રહ્યો છે.  કોરોનાથી થતાં મૃત્યુનો આંક પણ તંત્ર આમ જનતાથી છુપાવી રહ્યું હોવાનો દાવો ચિરાગ ઝવેરીએ કર્યો છે.

જો કે, આ મામલે વડોદરાનાં ઓએસડી ડો.વિનોદ રાવે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, “આ કોઇ ક્રિકેટ મેચ નથી કે, રિયલ ટાઇમ ડેટા જાહેર થાય.. આંકડા મેનેજ કરવા પડે..” વડોદરામાં તંત્ર પર કોરોનાથી થતાં મોતનો સાચો આંકડો છુપાવવાનાં આક્ષેપ થઇ રહ્યાં છે, ત્યારે આ મામલે વડોદરામાં કોરોના કંટ્રોલ માટે નિમાયેલાં ઓએસડી ડો.વિનોદ રાવે તીખી પ્રતિક્રિયા આપતાં તેમનાં વિરોધીઓ પર પલટવાર કર્યો છે. તેમને કહ્યું કે, આઇસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે જ આંકડા જાહેર કરાઇ રહ્યાં છે.
આક્ષેપ પ્રતિઆક્ષેપોની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે, તંત્ર સાચે જ કોરોનાથી થતાં મોતનાં સાચા આંકડા જાહેર નથી કરી રહ્યું.  જેનો પુરાવો વડોદરાનાં કોવિડ સ્મશાનોમાં અંતિમક્રિયા માટે ચાલી રહેલું વેઇટિંગ છે. સ્મશાનોમાં કોરોના મૃતદેહોની કતાર લાગી છે.. અંતિમક્રિયા માટે ટાઇમ ફાળવવામાં આવી રહ્યો છે.. તેવામાં તંત્રનાં સબ સલામતનાં દાવા બેદમ લાગી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….