કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે, જેમાંથી ઈરાન પણ આ વાયરસ ઝપેટમાં આવ્યા વગર રહ્યું નથી.ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા આશરે 3900થી વધુ છે અને વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 64500ને પાર પહોંચી ગયો છે. અત્યારસુધીમાં આ વાયરસને કંટ્રોલ કરી શકે કોઈ દવા સામે નથી, પરંતુ દરમિયાન ઈરાનમાં એક અજીબોગરીબ ઘટના બની છે, જેને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ઈરાનમાં એક અફવા ફેલાઈ હતી, જેના મુજબ એ દવા પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. પરંતુ આ જીવલેણ વાયરસથી બચવાના ચક્કરમાં ખોટી અફવાઓમાં જઈને નીટ આલ્કોહોલ લોકોએ પી લીધું હતું.. જેનાથી દેશમાં 600 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જયારે 3000 લોકો ઝેરી દારૂ પીવાથી બીમાર પડ્યા છે, જેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.. આ જોતા હજી મોતનો આંકડો વધી શકે છે.
આ ઘટના અંગે ઈરાનના એક પ્રવક્તાએ કહ્યું, લોકોએ કોરોના વાયરસની દવા સમજીને નીટ આલ્કોહોલ પી લીધું હતું, જેનાથી મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે.
