Not Set/ ઉતરાખંડમાં રાહુલનો હુંકાર, નોટબંધીને ગણાવી આર્થિક ડકૈત

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ બાદ પડોસી રાજ્ય ઉતરાખંડમાં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનની રાહુલ ગાંધીએ આજથી શરૂઆત કરી છે. અંહી અલ્મોડામાં જન આક્રોશ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ નોટબંધીને આર્થિક ડકૈત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું. કે, કૉંગ્રેસ પાર્ટી ભારતમાથી ભ્રષ્ટાચાર દૂર કરવા માંગ છે. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઇ પણ પગલાનું સમર્થન કરીશું. પરંતુ આ નોટબંધી  કાળાનાણાં અને […]

Uncategorized

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ બાદ પડોસી રાજ્ય ઉતરાખંડમાં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનની રાહુલ ગાંધીએ આજથી શરૂઆત કરી છે. અંહી અલ્મોડામાં જન આક્રોશ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ નોટબંધીને આર્થિક ડકૈત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું. કે, કૉંગ્રેસ પાર્ટી ભારતમાથી ભ્રષ્ટાચાર દૂર કરવા માંગ છે. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઇ પણ પગલાનું સમર્થન કરીશું. પરંતુ આ નોટબંધી  કાળાનાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નથી. પરંતુ આર્થિક ચોરી છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, નોટબંધીના કારણે 100થી વધુ લોકો મૃત્યું પામ્યા છે. પરંતુ આપણે આ લોકોની યાદમાં સંસદમાં અમને બે મિનિટ પણ તે લોકો માટે ઉભા ના થવા દિધા. અંહી તેમણે મોદી સરકાર પર શાયરાના અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે, ‘લોગ ટૂટ જેતે હૈ એક ધર બનાને મે, તુમ તરસ નહી ખાતે ગૃહસ્થતિયા જલાને મેં..’

ઉત્તરાખંડમાં અત્યારના દિવસોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઉતરાખંડમાં વિધાનસભાની ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. તો 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી આ વિસ્તારની મુલાકાત લેશે.