ઉત્તર કોરિયામાં સૌથી મોટા પરમાણુ પરિક્ષણ કર્યાના કેટલાક દિવસ બાદ પરિક્ષણ સ્થળના નજીક ગુરુવારે મોડી રાત્રે 2.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ કોરિયાના વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઝટકો માનવીય ગતિવિધિઓના ફળસ્વરૂપ થયેલી હલચલના કારણે નથઈ. અન્ય એક સર્વેના આધારે ભૂકંપ સ્થાનીય સમયાનુસાર મોડી રાત્રે પાંચ કિલોમીટરના ઉંડાણ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્યુંગયે-રી-પરીક્ષણ સ્થળના ઉત્તરમાં હતું.
