Not Set/ ઉત્તર પ્રદેશ :રાહુલ ગાંધીની કિસાન યાત્રામાં હંગામો

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં તેમના રોડ શૉ દરમિયાન હંગામો મચ્યો હતો. રોડ શૉ દરમિયાન કોંગ્રેસ નેતા અમજદ સલીમ અને એસપીજી કમાન્ડો વચ્ચે મારપીટ થઇ હતી.રાહુલ ગાંધીની કિસાન યાત્રા ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે ત્યારે બરેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શૉ દરમિયાન અચાનક હોબાળો […]

Uncategorized

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં તેમના રોડ શૉ દરમિયાન હંગામો મચ્યો હતો. રોડ શૉ દરમિયાન કોંગ્રેસ નેતા અમજદ સલીમ અને એસપીજી કમાન્ડો વચ્ચે મારપીટ થઇ હતી.રાહુલ ગાંધીની કિસાન યાત્રા ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે ત્યારે બરેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શૉ દરમિયાન અચાનક હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા અમજદ સલીમ અને એસપીજી કમાન્ડો વચ્ચે હાથાપાઇ થવા લાગી હતી. જો કે, મામલો એટલો બધો વધી ગયો કે, ખુદ રાહુલ ગાંધીને મામલો શાંત કરવા માટે વચ્ચે આવવું પડ્યું હતું. મહત્વપૂર્ણ છે કે પહેલા સીતાપુર રોડ શૉમાં એક યુવકે રાહુલ ગાંધી પર જોડું ફેંક્યું હતું.