Not Set/ ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી બંદીશ બેનદીટ્સ ની સફળતા પર બોલ્યા કંઇક આવું…

એમેઝોન પ્રાઇમ વિડિઓ દ્વારા તાજેતરમાં મ્યુઝિકલ ડ્રામા ‘બંદિશ બેન્ડિટ્સ’ રિલીઝ થયું છે. આ સિરીઝમાં નવા વિચારો અને સંગીતી રજુઆતને કારણે તે લોકોમાં ઝડપથી પૉપ્યુલર થઇ રહી છે. સિરીઝમાં રાધેની મુખ્ય ભૂમિકા રિત્વિક ભૌમિકની છે તમન્નાના પાત્રમાં છે શ્રેયા ચૌધરી. રિત્વિક કહે છે કે લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં તે બહુ જ ભાવ […]

Uncategorized
731d2ee30a6bd03c511ce8486a9e705c ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી બંદીશ બેનદીટ્સ ની સફળતા પર બોલ્યા કંઇક આવું...

એમેઝોન પ્રાઇમ વિડિઓ દ્વારા તાજેતરમાં મ્યુઝિકલ ડ્રામા ‘બંદિશ બેન્ડિટ્સ’ રિલીઝ થયું છે. આ સિરીઝમાં નવા વિચારો અને સંગીતી રજુઆતને કારણે તે લોકોમાં ઝડપથી પૉપ્યુલર થઇ રહી છે. સિરીઝમાં રાધેની મુખ્ય ભૂમિકા રિત્વિક ભૌમિકની છે તમન્નાના પાત્રમાં છે શ્રેયા ચૌધરી. રિત્વિક કહે છે કે લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં તે બહુ જ ભાવ વિભોર થઇ ગયો છે. તેણે પોતાને મળેલા શ્રેષ્ઠ પ્રતિભાવની વાત કરતા કહ્યું કે સાચું કહું તો એકની પસંદગી કરવી મુશ્કેલ છે અને જે રિસપોન્સ મળી રહ્યો છે તે ખરેખર અપેક્ષા કરતાં ઘણો વધારે છે. મને એવા પણ મેસેજ આવે છે કે મેં ગાયકનો રોલ બહુ સારી રીતે ભજવ્યો છે. 

આ સિરીઝમાં સંગીત તેનું હૈયું છે અને બંન્ને અભિનેતાઓ પોતાના ગમતા ગાયકો વિશે જણાવે છે. શ્રેયા કહે છે કે તેને પ્રતિક કુહર બહુ ગમે છે તો રિત્વિક કહે છે કે તેને લિસા મિશ્રાનો અવાજ બહુ જ ગમે છે. 

5 ઑગસ્ટે બંદિશ બેન્ડિટ્સ લાઇવ કોન્સર્ટ પણ યોજાયો જેને બહુ સારો પ્રતિભાવ મળ્યો. આ સિરિઝમાં બે એવા યુવાન હૈયાની વાત છે જેમાં રાધે પંરપરા અને વારસામાં બંધાયેલ સંગીતને આગળ ધપાવી રહ્યો છે, તેની પર જવાબદારી છે તો તમન્ના એક પૉપસ્ટાર છે. તેઓ સંગીતથી જોડાય છે અને સંગીત જ તેમને અલગ કરે છે. જો કે અંતે શું તેઓ એક થાય છે ખરા? આ જવાબ મેળવવા તમારે સિરીઝ જોવી પડશે. દસ એપિસોડની આ સિરીઝમાં રિત્વિક અને શ્રેયા સાથે નસીરુદ્દિન શાહ, અતુલ કુલકર્ણી, કૃણાલ રોય કપુર, શીબા ચડ્ધા અને રાજેશ તૈલાંગ જેવા ટોચના કલાકારોની ટોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.