Not Set/ એક સમય એવો પણ હતો જયારે અમિતાભ બચ્ચનને ગાળો પડતી

અમિતાભ બચ્ચનનો જાણીતો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવમી સિઝન 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. સૌ પહેલી સિઝન વર્ષ 2000માં થઈ હતી. આ સમયે અમિતાભ બચ્ચન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. લોકો દરવાજે આવીને ગાળો આપી દીધા હતાં. દેવામાંથી બહાર આવવા માટે બિગ બીને ‘મહોબ્બતે’ ફિલ્મ તથા ‘કેબીસી’એ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમિતાભે આ […]

Entertainment
kbc3 1503909154 150392247 એક સમય એવો પણ હતો જયારે અમિતાભ બચ્ચનને ગાળો પડતી
અમિતાભ બચ્ચનનો જાણીતો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવમી સિઝન 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. સૌ પહેલી સિઝન વર્ષ 2000માં થઈ હતી. આ સમયે અમિતાભ બચ્ચન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. લોકો દરવાજે આવીને ગાળો આપી દીધા હતાં. દેવામાંથી બહાર આવવા માટે બિગ બીને ‘મહોબ્બતે’ ફિલ્મ તથા ‘કેબીસી’એ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમિતાભે આ વાત કબૂલ કરી હતી. અમિતાભની એબીસીએલ કંપની પર 14 મિલિયનનું દેવું થઈ ગયું હતુ.જાન્યુઆરી 2013માં આપેલા ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે તે ક્યારેય નહીં ભૂલી શકે કે કેવી રીતે લેણદારો તેના ઘરના દરવાજે આવીને ધમકી ને ગાળો આપી જતાં હતાં અને પૈસા માંગતા હતાં. તેઓ પ્રતિક્ષા ખરીદવા તૈયાર થઈ ગયા હતાં. 44 વર્ષની કરિયરનો આ સૌથી ખરાબ તબક્કો હતો. આ સમયે તેમણે વિવિધ ઓપ્શન્સ જોયા અને તમામને ઈવેલ્યૂએટ કર્યાં હતાં. તે તરત જ સ્વ.યશ ચોપરા પાસે કામ માંગવા ગયા હતાં. આ સમયે યશ ચોપરાએ તેમને ‘મોહબ્બતે’ ઓફર કરી હતી.