Not Set/ એરટેલ પ્રિપેઇડ ઉપભોગતા માટે રૂ. 349 ના રિચાર્જ પર 100% કેશબૅક

હવે એરટેલ ના રૂ. 349 ના રિચાર્જ સાથે તમને મળી શકે છે 100% કેશબેક. આ ઓફર મર્યાદિત સમય માટે ફક્ત મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે. એરટેલ ઉપભોગતાઓ માય એરટેલ એપ્પ માંથી આ રિચાર્જ કરી શકશે. એરટેલની આ ઓફર રિલાયન્સ જીઓની દિવાળી સ્પેશ્યલ ઓફરના રૂ. 399 ને ટક્કર આપે તેવી શક્યતા છે. એરટેલના રૂ. 349 ના […]

Tech & Auto
news29.10.17 4 એરટેલ પ્રિપેઇડ ઉપભોગતા માટે રૂ. 349 ના રિચાર્જ પર 100% કેશબૅક

હવે એરટેલ ના રૂ. 349 ના રિચાર્જ સાથે તમને મળી શકે છે 100% કેશબેક. આ ઓફર મર્યાદિત સમય માટે ફક્ત મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે. એરટેલ ઉપભોગતાઓ માય એરટેલ એપ્પ માંથી આ રિચાર્જ કરી શકશે. એરટેલની આ ઓફર રિલાયન્સ જીઓની દિવાળી સ્પેશ્યલ ઓફરના રૂ. 399 ને ટક્કર આપે તેવી શક્યતા છે.

એરટેલના રૂ. 349 ના રિચાર્જ પર તમને મળશે દિવસનું 1GB ડેટા અને 28 દિવસની વેલિડિટી.સાથેજ તમને અનલિમિટેડ લોકલ અને નેશનલ કૉલિંગ પણ મળશે. આ સ્કીમ અંતર્ગત એરટેલના ઉપભોગતાઓને દર અઠવાડિયે કુલ 1,000 મિનિટ ફ્રી વૉઇસ કૉલ્સ મળશે જેમાં દરરોજ 250 મિનિટ્સની મર્યાદા હશે. આ મર્યાદા પૂર્ણ થયા બાદ અન્ય નેટવર્કો પર કોલ માટે 30 પૈસા પ્રતિ મિનિટ અને એરટેલ નંબર્સ માટે 10 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ કરવામાં આવશે. એરટેલના યુઝર્સને દર મહિને રૂ .50 વાઉચરના રૂપમાં સાત મહિનામાં 100% કેશબેક આપવામાં આવશે. કેશબેક તેમના એરટેલ પેમેન્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.