Not Set/ એશિયન ફિલ્મસ ફેસ્ટિવલમાં રજૂ થશે ‘હરામખોર’

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દકી અને શ્વેતા ત્રિપાઠીને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ હરામખોર હવે ફ્રાન્સના પાટનગર પેરીસમાં યોજાનાર સાઉથ એશિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવશે. અનુરાગ કશ્યપની આ ફિલ્મનું શુટિંગ માત્ર સોળ દિવસમાં ગુજરાતના એક ગામડામાં કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મમાં એક શિક્ષકના પોતાની ટીનેજર (સગીર વયની) વિદ્યાર્થીના સાથેના સંબંધોની વાત રજુ કરવામાં આવી હતી. આ […]

Entertainment
maxresdefault 10 એશિયન ફિલ્મસ ફેસ્ટિવલમાં રજૂ થશે 'હરામખોર'

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દકી અને શ્વેતા ત્રિપાઠીને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ હરામખોર હવે ફ્રાન્સના પાટનગર પેરીસમાં યોજાનાર સાઉથ એશિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવશે. અનુરાગ કશ્યપની આ ફિલ્મનું શુટિંગ માત્ર સોળ દિવસમાં ગુજરાતના એક ગામડામાં કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મમાં એક શિક્ષકના પોતાની ટીનેજર (સગીર વયની) વિદ્યાર્થીના સાથેના સંબંધોની વાત રજુ કરવામાં આવી હતી. આ વર્ષની શરુઆતમાં આ ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી, જાકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મને કોઈ ખાસ પ્રતિસાદ સાંપડ્યો નહતો. પરંતુ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દકી અને શ્વેતા ત્રિપાઠીએ ભજવેલ પાત્રની ચારેયબાજુ પ્રશંસા થઈ હતી. ત્યારે ફિલ્મને પેરિસ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજુ કરવાના અહેવાલ સામે આવતા જ ફિલ્મની અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, મને આનંદ એ વાતનો છે કે આંતરરાષ્ટ્રીય સમક્ષ મારી ફિલ્મ રજુ થવા જઈ રહી છે. મારા જેવી સંઘર્ષશીલ અભિનેત્રી માટે આ એક આગવી સિદ્ધી છે. હું ખરેખર આ સમાચારથી ખૂબ જ રોમાંચિત થઈ છું. અમને ત્યાં જવાની તક મળશે તો હું જરુર તે તક ઝડપી લઈશ. આવી તક વારંવાર કલાકારોને મળતી નથી.