Not Set/ કંગના રનૌતનાં મુંબઈ એરપોર્ટ પહોંચતા શિવ સૈનિકોએ બતાવ્યા કાળા ઝંડા

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આજે મહારાષ્ટ્ર સરકાર સાથેની ટક્કર વચ્ચે મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌત માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી હતી અને ચુસ્ત સુરક્ષા વચ્ચે તેને ખાર સ્થિત તેના ઘરે લઈ જવામાં આવી હતી. શિવ સૈનિકોએ મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌતનો વિરોધ કર્યો હતો અને તેને કાળા ઝંડા બતાવ્યા […]

Uncategorized
75b2e478c92f6cdf60cab8482b49dea4 1 કંગના રનૌતનાં મુંબઈ એરપોર્ટ પહોંચતા શિવ સૈનિકોએ બતાવ્યા કાળા ઝંડા

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આજે મહારાષ્ટ્ર સરકાર સાથેની ટક્કર વચ્ચે મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌત માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી હતી અને ચુસ્ત સુરક્ષા વચ્ચે તેને ખાર સ્થિત તેના ઘરે લઈ જવામાં આવી હતી. શિવ સૈનિકોએ મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌતનો વિરોધ કર્યો હતો અને તેને કાળા ઝંડા બતાવ્યા હતા.

જણાવી દઇએ કે, આજે બીએમસીએ કંગના રનૌતની ફિસ સામે કાર્યવાહી કરી હતી અને BMC નાં બુલડોઝરે કંગનાનું રનૌત તોડ્યું હતું. જે બાદ કંગના રનૌતે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે કંગનાને રાહત આપતા BMC ની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે, કંગના રનૌત આજે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે શિવસેનાનાં કાર્યકરો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય કંગનાનાં સમર્થનમાં રિપબ્લિકન પાર્ટી ફ ઇન્ડિયા અને કરણી સેનાનાં સમર્થક એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન શિવસેના અને કરણી સેના અને આરપીએ કાર્યકરો વચ્ચે બહેસ થઈ હતી. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર દ્વારા કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, જેમા કંગનાનાં સમર્થનમાં 11 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, કંગના રનૌત ગોરખપુરમાં કરણી સેના અને વારાણસીમાં ભાજપનાં બેટી બચાવો બેટી પઢાવોપ્રોજેક્ટમાં મહિલા સભ્યો સાથે જોડાઇ છે. કંગના રનૌતનાં સમર્થનમાં, કરણી સેનાએ બુધવારે ગોરખપુરનાં શાસ્ત્રી ચોકમાં સંજય રાઉતનું પુતળું દહન કરીને વિરોધ કર્યો હતો. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારને સંજય રાઉત પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. કરણી સેનાનાં જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહે કહ્યું કે, ‘સંજય રાઉતે કંગના માટે જે પ્રકારની ભાષા વાપરી છે તે તમામ મહિલાઓનું અપમાન કરે છે. જ્યારે પણ મહિલાઓનું અપમાન થયું છે, ત્યારે રાજપૂતો તેમના માટે ઉભા થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.