Not Set/ કન્નડ પત્રકારની હત્યા પર ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

બેંગલુરુમાં વરિષ્ટ પત્રકાર ગૌરી લંકેસની હત્યા બાદ આ મુદ્દા પર સતત રાજકારણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે કર્ણાટકના ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જીવરાજે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, જો ગૌરી લંકેસે RSS અને ભાજપા વિરૂધ્ધ ના લખ્યુ હોત તો તે આજે જીવતી હોત. ભાજપાના કાર્યકર્તાઓની બેઠકમાં સંબોધતા જીવરાજે જણાવ્યુ હતુ કે, ગૌરી લંકેશ મારા […]

India
કન્નડ પત્રકારની હત્યા પર ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

બેંગલુરુમાં વરિષ્ટ પત્રકાર ગૌરી લંકેસની હત્યા બાદ આ મુદ્દા પર સતત રાજકારણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે કર્ણાટકના ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જીવરાજે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, જો ગૌરી લંકેસે RSS અને ભાજપા વિરૂધ્ધ ના લખ્યુ હોત તો તે આજે જીવતી હોત.

ભાજપાના કાર્યકર્તાઓની બેઠકમાં સંબોધતા જીવરાજે જણાવ્યુ હતુ કે, ગૌરી લંકેશ મારા માટે બહેન બરાબર હતી પરંતુ જો તેણે RSS અને ભાજપા વિરૂધ્ધ ન લખ્યુ હોત તો તે આજે જીવતી હોત. કોંગ્રેસ સરકાર દરમિયાન RSSના કાર્યકર્તાઓને મારી નાંખવામાં આવ્યા તેમ છતાં સિધ્ધારમૈયા સરકારે આરોપીઓ વિરૂધ્ધ કોઈ પણ પગલા લીધા ન હતા. સંઘ પરિવારના 11 લોકો માર્યા ગયા છે. જો ગૌરી લંકેશે લખ્યુ હતુ તેમણે આ રીતના લખાણોથી દૂરી બનાવી જોઈતી હતી.