Not Set/ કપિલ સિબ્બલનું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું ?

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મોદી સરકાર દ્વારા જીડીપીની વૃદ્ધિ અંગે કરવામાં આવેલા દાવાની મજાક ઉડાવતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સિબ્બલે કહ્યું કે, હકીકતમાં સરકારે જીડીપીમાં વૃદ્ધિ કરવાનું કહ્યું હતું જોકે, તેનો મતલબ ગેસ, ડિઝલ અને પેટ્રોલ (જીડીપી)ની કિંમતોમાં વધારો કરવાનો હતો. પરંતુ સરકારને હવે ખબર પડી છે કે, અર્થવ્યવસ્થાને વાયેગ્રાની […]

India

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મોદી સરકાર દ્વારા જીડીપીની વૃદ્ધિ અંગે કરવામાં આવેલા દાવાની મજાક ઉડાવતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

સિબ્બલે કહ્યું કે, હકીકતમાં સરકારે જીડીપીમાં વૃદ્ધિ કરવાનું કહ્યું હતું જોકે, તેનો મતલબ ગેસ, ડિઝલ અને પેટ્રોલ (જીડીપી)ની કિંમતોમાં વધારો કરવાનો હતો. પરંતુ સરકારને હવે ખબર પડી છે કે, અર્થવ્યવસ્થાને વાયેગ્રાની જરૂરત છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ‘તેઓ કહે છે કે, આપણી જીડીપી વધશે. આ વૃદ્ધિનો મતલબ ગેસ, ડિઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારાથી હતો. તેમના માટે આજ જીડીપી છે. આ સરકારના ઘમંડ અને આચરણ તો જુઓ, તેઓ દેશના ૧ ટકા લોકો પર કર કેમ લગાવતા નથી, જેમની પાસે દેશની ૫૮ ટકા   સંપત્તિ છે. આ માત્ર સાડા ત્રણ વર્ષ બાદ જ અર્થવ્યવસ્થાની સ્થિતિ કફોડી બની ગઈ છે, તો દેશ ક્યાં જશે? સારૂ થયું કે, તેમને સમજાયું કે, અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન માટે વાયેગ્રાની જરૂરત છે.”