Not Set/ કબડ્ડી વિશ્વ કપ ૨૦૧૬ : ઈરાને કેન્યા સામે વિજય મેળવ્યો

કબડ્ડી વિશ્વ કપ ૨૦૧૬ના પાંચમાં દિવસની પ્રથમ મેચ પ્રમાણમાં એકતરફી રહી હતી. ઈરાન અને કેન્યા વચ્ચેની મેચ આવા જ આશ્ચર્યજનક અને રસપ્રદ બની રહી હતી. ઈરાને કેન્યા સામે ૩૩-૨૮થી રસાકસી સાથે વિજય મેળવ્યો હતો. આ મેચના પ્રથમ ચરણમાં જ ઈરાને કેન્યાને ગણતરીની મિનિટોમાં ઓલ આઉટ કરી દીધું હતું. રમતમાં કેન્યાની ટીમ એકદમ ચુસ્તીથી ભરેલી અને […]

Sports

કબડ્ડી વિશ્વ કપ ૨૦૧૬ના પાંચમાં દિવસની પ્રથમ મેચ પ્રમાણમાં એકતરફી રહી હતી. ઈરાન અને કેન્યા વચ્ચેની મેચ આવા જ આશ્ચર્યજનક અને રસપ્રદ બની રહી હતી. ઈરાને કેન્યા સામે ૩૩-૨૮થી રસાકસી સાથે વિજય મેળવ્યો હતો. આ મેચના પ્રથમ ચરણમાં જ ઈરાને કેન્યાને ગણતરીની મિનિટોમાં ઓલ આઉટ કરી દીધું હતું. રમતમાં કેન્યાની ટીમ એકદમ ચુસ્તીથી ભરેલી અને સ્ફૂર્તિથી છલોછલ હતી.પરંતું અનુભવ અને રમતના દાવપેચના મામલે તેમણે હજૂ ઘણા પાઠ ભણવા પડશે. ઈરાનના સુલેમાન પહેલવાની અને મિરાજ શેખ બંને આજની મેચમાં સામેલ ન હતા જેની મેચ પર અસર પડી હતી. ફઝલ અત્ર્યાચલીના ઉત્તમ પ્રદર્શન સાથે પહેલા અંતરાલમાં ઈરાન ૧૯-૧૦થી આગળ હતું. કેન્યાએ જબરદસ્ત સુપર રિફલેક્સ દ્વારા રમતને રસાકસી ભરી બનાવી હતી.