Not Set/ કસૌટી જિંદગી કી 2/ પાર્થ સમથાન બાદ આ એકટર છોડી શકે છે શો, જાણો શું છે કારણ

ટીવી શો ‘કસૌટી જિંદગી કી 2’ નાં ફેન્સ માટે વધુ એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે શોમાં અનુરાગ બસુનો રોલ કરનાર પાર્થ સમથાન આ શો છોડી રહ્યો છે. આ શોના ચાહકો પહેલાથી જ એ સમાચારોથી નિરાશ થયા હતા કે હવે મુખ્ય અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ આ શો છોડી […]

Uncategorized
7f3326876ede598143f8fa50e88bcbcc કસૌટી જિંદગી કી 2/ પાર્થ સમથાન બાદ આ એકટર છોડી શકે છે શો, જાણો શું છે કારણ

ટીવી શો ‘કસૌટી જિંદગી કી 2’ નાં ફેન્સ માટે વધુ એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે શોમાં અનુરાગ બસુનો રોલ કરનાર પાર્થ સમથાન આ શો છોડી રહ્યો છે. આ શોના ચાહકો પહેલાથી જ એ સમાચારોથી નિરાશ થયા હતા કે હવે મુખ્ય અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ આ શો છોડી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે.

એક ચેનલના અહેવાલ અનુસાર એરિકા થોડા સમયથી ઘરેથી વીડિયો કોલ દ્વારા શૂટિંગ કરી રહી હતી. પરંતુ તાજેતરમાં તે સેટ પર આવી હતી અને શૂટિંગ શરૂ કર્યું હતું, જેના કારણે તે હવે તેના માતાપિતાના ઘરે રહેતી નથી. એરિકાના પિતાને 4 વાર હાર્ટ એટેક આવ્યો છે અને તેની માતાને પહેલા પણ ટીબી થઈ ચુક્યો છે અને આ કારણે એરિકા કોઈ જોખમ લેવા માંગતી નથી.

પાર્થે કેમ છોડ્યો શો

એક અહેવાલ મુજબ પાર્થે તેના સ્વાસ્થ્ય અને અન્ય પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતો હોવાથી આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ જ અહેવાલ મુજબ, શોની નિર્માતા એકતા કપૂર પાર્થને પોતાનો નિર્ણય બદલવા માટે મનાવી રહી છે. જોકે, સમાચાર એ પણ છે કે પ્રોડક્શન હાઉસે અનુરાગના પાત્ર માટે નવા અભિનેતાની શોધ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, આ વિશે ચેનલ અથવા અભિનેતા તરફથી કોઈ જાહેરાત નથી.

આપને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા ‘કસૌટી જિંદગી કી 2’ માં ટીવીના જાણીતા અભિનેતા કરણ પટેલની એન્ટ્રી થઇ છે. આ શોમાં કરણ મિસ્ટર બજાજની ભૂમિકા નિભાવી રહ્યો છે. શોમાં તેની એન્ટ્રી થયા બાદ પ્રેક્ષકો ખૂબ ખુશ છે અને તેના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.