Not Set/ કાલુપુરમાંથી ચાઇનીઝ તુક્કલનો 60,000ની કિંમતનો જથ્થો ઝડપાયો, દુકાનના માલિક સહિત બે સામે ફરિયાદ

અમદાવાદઃ  ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતા તેનું બેફામ વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. ઠક્કરનગર ચાર રસ્તા પાસેથી ચાઇનીઝ દોરી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હતી. ત્યારે ફરિ એક વાર કાલુપુરમાં ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો છે. કાલુપુરમાં ઝેડ.કે સિઝનેબલના વેપારીના ત્યાંથી મોટી માત્રમાં તુક્કાલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કાલુપુરમાં […]

Uncategorized
sky filled with tukkal ahmedabad uttarayan કાલુપુરમાંથી ચાઇનીઝ તુક્કલનો 60,000ની કિંમતનો જથ્થો ઝડપાયો, દુકાનના માલિક સહિત બે સામે ફરિયાદ

અમદાવાદઃ  ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતા તેનું બેફામ વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. ઠક્કરનગર ચાર રસ્તા પાસેથી ચાઇનીઝ દોરી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હતી. ત્યારે ફરિ એક વાર કાલુપુરમાં ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો છે.

કાલુપુરમાં ઝેડ.કે સિઝનેબલના વેપારીના ત્યાંથી મોટી માત્રમાં તુક્કાલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કાલુપુરમાં સિઝનેબલ વેપારી ચાઇનીઝ તુક્કલનો વેચી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરતા 3000 જેટલી ચાઇનીઝ તુક્કલ મળી આવી હતી જેની અંદાજીત કિમત 60,000 જહાર જેટલી થવા જાય છે. આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.