Not Set/ કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલ સિંહ, એન્કાઉન્ટરમાં ઠાર.

છેલ્લા દોઢ વર્ષથી પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલો કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલ સિંહને પોલીસે બે કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ જવાન પણ ઘાયલ થયા છે શનિવારે મોડી રાતે સવા અગિયાર વાગે SOGએ ચૂરુના માલાસરમાં એન્કાઉન્ટર દરમિયાન તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન આનંદપાલ અને તેના બે સાથીઓએ AK-47 સહિત અન્ય […]

Uncategorized

છેલ્લા દોઢ વર્ષથી પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલો કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલ સિંહને પોલીસે બે કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ જવાન પણ ઘાયલ થયા છે શનિવારે મોડી રાતે સવા અગિયાર વાગે SOGએ ચૂરુના માલાસરમાં એન્કાઉન્ટર દરમિયાન તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન આનંદપાલ અને તેના બે સાથીઓએ AK-47 સહિત અન્ય હથિયારોથી 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ દરમિયાન આનંદપાલને 6 ગોળીઓ વાગી. SOGના સીઆઈ સૂર્યવીર સિંહને હાથમાં ફ્રેક્ચર થયું, જ્યારે પોલીસકર્મી સોહન સિંહ ધર્મપાલ ગોળી વાગવાથી ઘાયલ થયા. સોહનની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. આનંદપાલની પાસે 2 AK-47 અને 400 કારતૂસ મળ્યા છે.