Not Set/ અફઘાનિસ્તાનનો T-20માં વધુ એક રેકોર્ડ, 4 બોલમાં 4 વિકેટ મેળવી રાશિદે રચ્યો ઈતિહાસ

આયર્લેન્ડ વિરુદ્ધ છેલ્લી T-20 મેચમાં અફઘાનીસ્તાનના સ્પિનર રાશીદ ખાને કમાલ કરી જે આજ સુધીના T-20 ક્રિકેટના ઈતિહાસમાં હજુ સુધી નહતું થયું. રાશિદે સળંગ 4 બોલમાં 4 વિકેટ લઇ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ કમાલ કરનાર દુનિયાના પહેલો સ્પિન બોલર બની ગયો ગયો છે. આ મેચમાં અફઘાનિસ્તાને પથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ […]

Uncategorized
rashid khan અફઘાનિસ્તાનનો T-20માં વધુ એક રેકોર્ડ, 4 બોલમાં 4 વિકેટ મેળવી રાશિદે રચ્યો ઈતિહાસ

આયર્લેન્ડ વિરુદ્ધ છેલ્લી T-20 મેચમાં અફઘાનીસ્તાનના સ્પિનર રાશીદ ખાને કમાલ કરી જે આજ સુધીના T-20 ક્રિકેટના ઈતિહાસમાં હજુ સુધી નહતું થયું. રાશિદે સળંગ 4 બોલમાં 4 વિકેટ લઇ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ કમાલ કરનાર દુનિયાના પહેલો સ્પિન બોલર બની ગયો ગયો છે.

આ મેચમાં અફઘાનિસ્તાને પથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા. આયર્લેન્ડને જીતવા માટે 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડ તરફથી કેવિન ઓ બ્રાયને 47 બોલમાં 74 રન ફરકારી આઉટ થયા બાદ ટીમને જીત ના મળી શકી. મેચની 16મી ઓવરના છેલ્લા બોલે રાશિદે કેવિનને આઉટ કરીને મોટો ઝટકો આપ્યો હતો. આ બાદ રાશિદ ફરીથી 18મી ઓવરની 3 બોલમાં 3 વિકેટ લઈને વિરોધી ટીમને હાર તરફ ધકેલી દીધી હતી. રાશિદે સતત 4 બોલમાં 4 વિકેટ લેનાર આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટમાં વિશ્વનો પ્રથમ સ્પિન બોલર બની ગયો છે.

ટી 20માં હાઈએસ્ટ રન ફટકારી અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ

આ બાદ રાશિદ ખાનને ઈનીંગની 20મી ઓવરમાં 2જા બોલે વિકેટ ઝડપી અને 5 વિકેટ પોતાના નામે કરી લીધી. તેને આ મેચમાં 4 ઓવરમાં 27 રન આપી 5 વિકેટ ઝડપી હતી. તેઓએ કેવિન ઓબ્રાયન, ડોકરેલ, એસી જેટકાટે, સિમી સિંહ, અને જેબી લિટિલને પ્રેવેલીયનમો રસ્તો બતાવ્યો હતો. આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 178 રન બનાવી શકી અને 32 રને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. અફઘાનિસ્તાને 3 મેચની આ સીરીઝમાં આયર્લેન્ડનો વ્હાઈટ વોશ કર્યો અને 3-૦થી હરાવ્યું.

રાશિદ ખાન t-20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ સ્પિનર બની ગયો છે. જયારે 4 બોલમાં 4 વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બની ગયો છે. તેના પહેલાં 4 બોલમાં 4  વિકેટ લેનાર શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલીંગા છે. જયારે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટમાં બ્રેટ લી, ઝેક્બ ઓરમ, ટીમ સાઉથી, થીસરા પરેરા ને ફહીમ અશરફ હેટ્રિક લઇ ચુક્યા છે. અફઘાનિસ્તાન તરફથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં હેટ્રિક લેનાર રાશિદ પ્રથમ બોલર બની ગયો છે.