Not Set/ દેશના આ 5 એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું

અમદાવાદ, દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટની બાગડોર હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝે આજે દેશના 5 મોટા શહેરનો એરપોર્ટ […]

Top Stories Ahmedabad Gujarat
02 14 દેશના આ 5 એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું

અમદાવાદ,

દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટની બાગડોર હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવશે.

અદાણી એન્ટરપ્રાઈઝે આજે દેશના 5 મોટા શહેરનો એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલી જીતી લીધી છે. તેમાં મેંગલોર, લખનઉ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ અને જયપુર સામલ છે. આ પાંચેય એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટ માટે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ બોલી લગાવવામાં આવશે.અદાણી ગ્રૂપે મુંબઈ એરપોર્ટમાં 23 ટકા ભાગીદારી ખરીદવાની પણ રજૂઆત કરી છે. તેમાં બે દક્ષિણ આફ્રિકી કંપનીઓ છે, જેની 23.5 ટકા ભાગીદારી છે. આ પર અદાણીનો મુકાબલો જીવીકે ગ્રૂપ સાથે થશે, જેને બંને કંપનીઓની ભાગીદારી ખરીદીને મુંબઈ એરપોર્ટમાં ભાગીદારી વધારવામાં રસ બતાવ્યો હતો.