દુર્ઘટના/ સુરતના સચિન વિસ્તારમાં યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટ્યું, ઘટનામાં 3ને ઇજા 1નું મોત

બોઇલર બ્લાસ્ટ થવાની ઘટનાના પગલે થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો કે જે કંપનીમાં કામ કરતા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી.

Gujarat Surat India
Untitled 104 સુરતના સચિન વિસ્તારમાં યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટ્યું, ઘટનામાં 3ને ઇજા 1નું મોત

@અમિત રૂપાપરા 

સુરતના સચિન વિસ્તારમાં આવેલ હોજીવાળા કમ્પાઉન્ડમાં યાર્ન બનાવતી એક કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો એક વ્યક્તિનું ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાની માહિતી પણ મળી રહી છે.

Untitled 104 સુરતના સચિન વિસ્તારમાં યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટ્યું, ઘટનામાં 3ને ઇજા 1નું મોત

સુરતના સચિન વિસ્તારમાં હોજીવાળા કમ્પાઉન્ડ આવેલું છે. આ કમ્પાઉન્ડમાં લવકુશ યાર્ન કંપની આવેલી છે. આ કંપનીમાં સવારના સમયે બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. બોઇલર બ્લાસ્ટ થવાની ઘટનાના પગલે થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો કે જે કંપનીમાં કામ કરતા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આ ત્રણ કામદારોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

Untitled 105 સુરતના સચિન વિસ્તારમાં યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટ્યું, ઘટનામાં 3ને ઇજા 1નું મોત

બોઇલર બ્લાસ્ટ થવાની ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક જ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કર્યા બાદ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના કારણે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો