ટીવીના સૌથી લોકપ્રિય શો માંથી એક કુમકુમ ભાગ્યના સેટ પર મોટો અકસ્માત હતો. બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શનના આ શોના સેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ શોનું શૂટિંગ મુંબઈના સાકી નાકાના કિલિક નિક્સન ખાતે થઈ રહ્યું હતું. શોમાં પ્રજ્ઞા અને અભિની ભૂમિકા ભજવનાર લીડ એક્ટર્સ શબ્બીર અહલુવાલિયા અને સૃતી ઝા, આ આગમાં માંડ માંડ બચ્યા હતા. હવે આ વિશે સૃતી ઝાએ તેના વિશે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને જણાવ્યું છે.
સૃતી ઝાએ તેનો ફોટો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. સૃતીએ લખ્યું – મેં મારી નજર ઉતારી છે. હું એકદમ સલામત છું. આપણે બહુ વાતો કરતા નથી. હું તેમની સામે આવતાની સાથે જ મારા શબ્દોને ગુમાવી દઉં છું. પરંતુ આ માટે તેણે મને પોતાની પાસે બોલાવી. ક્યાં રાખું આટલો પ્રેમ.

શોર્ટ સર્કિટને કારણે લાગી આગ
આપને જણાવી દઈએ કે કુમકુમ ભાગ્યના સેટ પર જ્યારે આગ લાગી એ સમયે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર લાગેલી આગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભારે અરાજકતા જોઇ શકાય છે. નાની આગ ખૂબ ઝડપથી વધી ગઈ હતી. સારી વાત એ છે કે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. શોના કાસ્ટ અને ક્રૂને સમયસર સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ખાસ વાત છે કે, લૉકડાઉન બાદ થોડાક દિવસોથી જ આ સીરિયલનુ ફરીથી શૂટિંગ શરૂ કરાયુ છે. સેટ પર ટીવી સીરિયલની આખી ટીમ બરાબર શૂટિંગ કરી રહી હતી. તે સમયે અચાનક આગ લાગી ગઇ હતી.
કોરોના સંક્રમણથી બચવા માટે હાલ શૉ માટે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉમંરના વૃદ્ધોનુ શૂટિંગ નથી કરાવવામાં આવી રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
