Not Set/ કુવૈતના સુલતાન, આઠ પત્નીઓ સાથે પહોચ્યા ભારત

કુવૈતના સુલતાન શેખ સબા અલ અહમદ અલ જબર અલ અમીર હાલમાં ગ્રેટર નોઇડામાં પોતાની સારવાર માટે આવ્યા છે. સુલતાન અમીરની સારવાર ગ્રેટર નોઇડાની જેપી હોસ્પિટલમાં ચાલી રહી છે. કુવૈતના સુલતાન અલ્ઝાઇમરથી પીડિત છે. ખાસ વાત એ છે કે અમીરની સાથે પરિવારના અન્ય સભ્યો પણ આવ્યા છે જેમાં તેમની આઠ પત્નીઓનો  સમાવેશ થાય છે.સુલતાનના પરિવારમાં આઠ […]

Uncategorized

કુવૈતના સુલતાન શેખ સબા અલ અહમદ અલ જબર અલ અમીર હાલમાં ગ્રેટર નોઇડામાં પોતાની સારવાર માટે આવ્યા છે. સુલતાન અમીરની સારવાર ગ્રેટર નોઇડાની જેપી હોસ્પિટલમાં ચાલી રહી છે. કુવૈતના સુલતાન અલ્ઝાઇમરથી પીડિત છે. ખાસ વાત એ છે કે અમીરની સાથે પરિવારના અન્ય સભ્યો પણ આવ્યા છે જેમાં તેમની આઠ પત્નીઓનો  સમાવેશ થાય છે.સુલતાનના પરિવારમાં આઠ પત્નીઓ સિવાય 28 સભ્યો છે. સુલતાનનો શાહી અંદાજ નોઇડામાં જોવા મળી રહ્યો છે. સુલતાન જેપી રિસોર્ટમાં રોકાયા છે. સુલતાન રિસોર્ટથી નવ કિલોમીટરના અંતરે આવેલી હોસ્પિટલ હેલિકોપ્ટરથી પહોંચે છે.હોસ્પિટલમાં 20 ડોક્ટરોની ટીમ અમીર અને તેમના પરિવારની મેડિકલ ટ્રીટમેન્ટ કરી રહી છે. સુલતાન બે જૂલાઇ સુધી નોઇડામાં રહેશે બાદમાં કુવૈત પાછા ફરશે. સુલતાનના પરિવારે હોસ્પિટલના ચોથા ફ્લોર પર ત્રણ સ્યુટ બુક કરાવ્યા છે. તમામ સ્યુટમાં બે રૂમ છે. ડોક્ટરોના મતે સુલતાન અમીર અનેક બીમારીઓથી પીડિત છે. તે સિવાય તેમને હાઇ બીપી, શુગર અને કિડનીમાં પણ મુશ્કેલી છે…