Not Set/ કૃષિ બિલનાં વિરોધમાં ખેડૂતે પ્રકાશસિંહ બાદલનાં ઘરની સામે ગટગટાવી ઝેરી દવા, હાલત નાજુક

લોકસભામાં કૃષિ બિલ પસાર થયા પછી, આ બિલનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલનાં વિરોધમાં પંજાબનાં પ્રકાશસિંહ બાદલનાં મુક્તસર ગામનાં ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ ખેડૂત પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનાં ઘરની બહાર કૃષિ બિલનો વિરોધ કરી રહ્યો હતો. ખેડૂતનું […]

Uncategorized
566e7bf5921bd9def2eb96da1d6ab366 1 કૃષિ બિલનાં વિરોધમાં ખેડૂતે પ્રકાશસિંહ બાદલનાં ઘરની સામે ગટગટાવી ઝેરી દવા, હાલત નાજુક

લોકસભામાં કૃષિ બિલ પસાર થયા પછી, આ બિલનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલનાં વિરોધમાં પંજાબનાં પ્રકાશસિંહ બાદલનાં મુક્તસર ગામનાં ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

આ ખેડૂત પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનાં ઘરની બહાર કૃષિ બિલનો વિરોધ કરી રહ્યો હતો. ખેડૂતનું નામ પ્રીતમ સિંહ હોવાનુ સામે આવી રહ્યુ છે, જે પ્રકાશસિંહ બાદલનાં ઘરની બહાર ધરણા પર બેઠોં હતો, જેણે આજે સવારે 6.30 ઝેરી દવા પી લીધી હતી. મળતી માહિતી મુજબ ખેડૂત મંસા ગામનો રહેવાસી છે. ઝેર ખાધા પછી પ્રીતમસિંહને બાદલની ગામની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ભટિંડાની મેક્સ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યા ખેડૂતની હાલત હજુ પણ ગંભીર છે.

જણાવી દઈએ કે, ગુરુવારે કૃષિ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. શિરોમણિ અકાલી દળનાં નેતા અને કેન્દ્ર સરકારમાં પ્રધાન હરસિમરત કૌર બાદલે બિલનાં વિરોધમાં પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. આ બિલને ટેકો આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલને ખેડૂતોનાં હિતમાં વર્ણવ્યું છે. પીએમએ કહ્યું કે, જે લોકોએ આ દેશ પર દાયકાઓ સુધી શાસન કર્યું હતું અને ખેડૂતોને મજબુત બનાવવા માટે કશું જ કર્યું નથી, તેવા લોકોનાં રાજકારણથી સાવચેત રહેવાની જરૂર છે.

PM મોદીએ વધુમાં કહ્યુ કે, આ લોકો વચેટિયાઓની તરફેણમાં ઉભા છે જેણે ખોટી રીતે ખેડૂતોનો નફો લૂંટી લીધો છે. જણાવી દઇએ કે, ગુરુવારે લોકસભામાં કૃષિ બિલ પસાર કરવામાં આવ્યુ હતુ, જેની સામે કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ સાથે કોંગ્રેસ, ટીએમસી, આરએસપીએ પણ લોકસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.