Not Set/ કૃષિ બિલનો વિરોધ/ ગાંધીનગર ખાતે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોની કરાઈ અટકાયત

કેન્દ્ર સરકાર દ્વારા લાવવમાં આવેલા કૃષિ બિલનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં આની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આંદોલન છેડાયું છે. કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ ઉગ્ર દેખાવો કરી રહ્યુ છે. વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન […]

Uncategorized
8d8621e0bc78fce560a91b15b90b6bb7 કૃષિ બિલનો વિરોધ/ ગાંધીનગર ખાતે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોની કરાઈ અટકાયત

કેન્દ્ર સરકાર દ્વારા લાવવમાં આવેલા કૃષિ બિલનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં આની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આંદોલન છેડાયું છે. કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ ઉગ્ર દેખાવો કરી રહ્યુ છે.

વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, કૃષિ બીલના વિરોધમાં આજે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ એકત્ર થઈ અને ભાજપ સરકારના કૃષિ બીલનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામ લોકોને અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.