ચેતવણી/ કેન્દ્ર સરકારે વાત માની હોત તો ઓક્સિજનની અછત ના થાત : સંસદ સમિતિ

કેન્દ્ર સરકારે વાત માની હોત તો  કોરોનાની બીજી લહેરથી બચી શકાયુ હોત

India
ss કેન્દ્ર સરકારે વાત માની હોત તો ઓક્સિજનની અછત ના થાત : સંસદ સમિતિ

કોરોના સંક્રમણના કેસોમાં ભારત પ્રથમ સ્થાન પર છે . ભારતની હાલત કોરોનાના લીધે અતિ ગંભીર છે. દેશમાં ઓક્સિજનની અછતના લીધે લોકો મરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નિવડી છે.  જેના માટે સંસદ સમિતીએ જણાવ્યું કે જો કેન્દ્ર સરકારે અમારી વાત માની હોત તો  કોરોનાની બીજી લહેરથી બચી શકાયુ હોત અને ઓક્સિજનની અછતના વર્તાત.

સંસદ સમિતિએ કેન્દ્ર સરકારને થોડા મહિના પહેલા જ કહ્યું હતું કે હોસ્પિટલોની બેડની સંખ્યામાં વધારો કરે અને ઓક્સિજનનો ઉત્પાદન વધારે. આરોગ્ય સંબધિત સમિતિએ ગત વર્ષે નવેમ્બરમાં પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે ઓક્સિજન સિલિન્ડરની કિમતનું નિર્ધારણ કરવું જોઇએ કારણ કે તેનો વ્યાજબી ભાવ નક્કી થઇ શકે. આ સમિતિના અધ્યક્ષ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ છે અને ભાજપના 16 સભ્યોઓનો પણ સમાવેશ થાય છે.

સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને પહોંચીવળવા ઓક્સિજનનું ઉત્પાદન વધારવું જોઇએ ઉપરાંત હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવા જાેઇએ.