Not Set/ કેમ ધોનીએ ભારતીય વન્ડે અને ટી 20 ની કેપ્ટનશીપ છોડી, જાણો ધોનીના સમગ્ર કેરિયર વિશે

નવી દિલ્હીઃ નવા વર્ષમાં કેપ્ટન કૂલ તરીકે ઓખળાતા મહેન્દ્ર સિંહ ધોનીએ વન્ડે અને ટી20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જો કે ખેલાડી તરીખે રમવાનુંમ ચાલુ રાખશે. આ અંગેની માહિતી BCCI એ સોશિયલ મીડિયા પર આપી હતી. ધોની વન્ડે ટીમનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે ભારતને 2011 નો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ધોની નાગપુરમાં ઝારખંડની ટીમના […]

Uncategorized
dhoni 1483586857 કેમ ધોનીએ ભારતીય વન્ડે અને ટી 20 ની કેપ્ટનશીપ છોડી, જાણો ધોનીના સમગ્ર કેરિયર વિશે

નવી દિલ્હીઃ નવા વર્ષમાં કેપ્ટન કૂલ તરીકે ઓખળાતા મહેન્દ્ર સિંહ ધોનીએ વન્ડે અને ટી20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જો કે ખેલાડી તરીખે રમવાનુંમ ચાલુ રાખશે. આ અંગેની માહિતી BCCI એ સોશિયલ મીડિયા પર આપી હતી. ધોની વન્ડે ટીમનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે ભારતને 2011 નો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ધોની નાગપુરમાં ઝારખંડની ટીમના મેન્ટર તરીકે સાથે છે. જ્યાં ભારતીય ટીમના સિલેક્ટર એમ. એસ.કે પ્રસાદ પણ ત્યાં હાજર હતી. એવું પણ માનવામાં આવી રહ્યુ છે. સિલેક્ટરે ત્રણ વાર ધોની સાથે મુલાકાત કરી હતી અને તેણે ધોનીને કેપ્ટનશીપ છોડી દેવા માટે જણાવ્યું હતું. ભારત ટેસ્ટમાં સારો દેખાવ કરી રહ્યો છે. અને બીજી તરફર વન્ડ અને ટી 20 માં તેનો દેખાવ સામાન્ય રહ્યો છે.

પ્રસાદે આડકતરી રીતે ધોનીને સંકેત આપી દીધો કે તે ગૌરવભેર ના હટે તો નાછૂટકે પસંદગીકારોએ તેને ખસેડીને વિરાટને કેપ્ટન બનાવવો પડશે. ધોની આ સંકેત સમજી ગયો ને તેણે તરત ખસી જવાની વાત સ્વીકારી લીધી. પોતે ગૌરવભેર નિવૃત્તિ લઈ શકે તે માટે ટીમમાં રહેવા દેવાની વિનંતી કરી જે પ્રસાદે સ્વીકારી લીધી.

2019માં થનારા વર્લ્ડ કપ પહેલાં પદ છોડ્યું, જેથી નવા કપ્તાનને પૂરો સમય મળી શકે.પોતાના ખરાબ પ્રદર્શનના કારણે દબાણમાં હતા. ઈંગ્લેન્ડ સામે ખરાબ રમત તો રાજીનામાનું દબાણ બનત.

અશ્વિન, જાડેજા પણ તમામ ફોર્મેટમાં કોહલીને કેપ્ટન બનાવવાના પક્ષમાં હતા. તેથી ધોની ખુદ હટી ગયો.

ધોનીએ નાગપુરમાં ઝારખંડની ટીમને ગુજરાત સામેની સેમફાઇનલમાં હાર બાદ ગેટ ટુ ગેધર પાર્ટી આપી હતી. જ્યાં ઝાંરખંડ ટીમના ખેલાડીઓને પુછ્યું હતુ કે, કેમ કેપ્ટનશીપ છોડી રહ્યા છે. ત્યારે ધોની જણાવ્યું હતું કે, તેણ પહેલા પણ કહ્યું હતું કે, ત્રણેય ફોર્મેન્ટમાં એક જ કેપ્ટનની જરૂ છે. તેમજ આગામી ટી 20 વર્લ્ડ કપ અને વન્ડે વર્લ્ડ કપ માટે આવનાર કેપ્ટનને પુરતો સમય મળી રહે તે માટે કેપ્ટનશીપ છોડી છે.

ધોની બાગ વિરાટ કોહલી ભારતીય ટી 20 અને વન્ડે કેપ્ટનશીપ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2007 આઇસીસી વર્લ્ડ ટી-20, ICC વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી છે. ધોનીને 2008માં આઇસીસી વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ (પ્રથમ ભારતીય ખેલાડી જેને આ સન્માન મળ્યુ)સન્માનિત કરવામાં આવ્યો હતો. 2009માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2009માં વિઝડને સર્વ પ્રથમ ડ્રીમ ટેસ્ટ 11 ટીમમાં ધોનીને કેપ્ટનનો દરજ્જો આપ્યો હતો. ધોનીએ સતત બીજી વખત આઇસીસી વર્લ્ડકપ 2015માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ અને પ્રથમ વખત ભારતે તમામ ગ્રુપ મેચ સાથે સતત 11 વર્લ્ડકપ મેચ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.