Not Set/ કેરલમાં RSSના કાર્યાલય નજીક જીકવામાં આવ્યો બોમ્બ, બીજેપીના ચાર કાર્યકર્તા ઘાયલ

કૉઝિકોડઃ કેરલમાં સીપીએમ અને બીજેપી વચ્ચે રાજકીય હિંસા વચ્ચે કૉઝિકોડના નદાપુરમ વિસ્તારમાં આરએસએસના કાર્યાલય પાસે ગુરુવારે દેસી બોમ્બથી હુમલો થયો છે. તેમા બીજેપીના ચાર કાર્યકર્તા ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે. આ હૂમલો આરએસએસના સહ પ્રચારક પ્રમુખ કુંદન ચંદ્રાવતના એ નિવેદનના અમુક કલાકો બાદ થયુ છે. જેમા તેમણે કેરલના […]

India
કેરલમાં RSSના કાર્યાલય નજીક જીકવામાં આવ્યો બોમ્બ, બીજેપીના ચાર કાર્યકર્તા ઘાયલ

કૉઝિકોડઃ કેરલમાં સીપીએમ અને બીજેપી વચ્ચે રાજકીય હિંસા વચ્ચે કૉઝિકોડના નદાપુરમ વિસ્તારમાં આરએસએસના કાર્યાલય પાસે ગુરુવારે દેસી બોમ્બથી હુમલો થયો છે. તેમા બીજેપીના ચાર કાર્યકર્તા ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે. આ હૂમલો આરએસએસના સહ પ્રચારક પ્રમુખ કુંદન ચંદ્રાવતના એ નિવેદનના અમુક કલાકો બાદ થયુ છે. જેમા તેમણે કેરલના મુખ્યમંત્રીનું માથુ લાવવાની વાત કરવામાં આવ છે.

ઉલ્લેખનીય છે કે, કુંદન ચદ્રાવતે કેરલમાં સ્વયં સેવકોની કથિત રીતે માકપા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હત્યાનો બદલો લેવા પર ઇનામ દેવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,300 નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા છે. પરંતુ કેરલના મુખ્યમંત્રીએ આના પ્રતિ આંખ બંધ કરી દીધી છે.

ચંદ્રાવતની આ ટિપ્પણીથી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. જો કે, આરએસએસે ચંદ્રાવતની ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા છે. સંઘના રાષ્ટ્રીય સહ પ્રચારક પ્રમુખ જે. નંદા કુમારે કહ્યું હતુ કે, આરએએસ આવી ટિપ્પણઓની શખત નિંદા કરે છે. સંઘ હિંસામાં વિશ્વાસ નથી રાખતો